Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અાવી દીધું.
આર્યદેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ પછી ચૈત્યવાસી ધર્મસંઘની શક્તિ પ્રબળ વેગથી વધવા માંડી. ચૈત્યવાસના શ્રદ્ધાળુઓએ ઉદારતાપૂર્વક ઉત્તરોત્તર આર્થિક સહાયતા આપીને ચૈત્યવાસીસંઘને મજબૂત, સક્ષમ અને સબળ બનાવ્યો. આનાથી ચૈત્યવાસીઓના અનુયાયી અને ભક્ત નિરંતર વધતા ગયા. પોતાના ભક્તોની સંખ્યા, પોતાના સંઘની સબળતા અને પોતાના સંઘ દ્વારા પ્રચલિત કરેલાં વિધિવિધાનોની લોકપ્રિયતાથી પ્રોત્સાહિત થઈ ચૈત્યવાસીઓએ ચૈત્યવાસી શ્રમણોના જીવનને સુસંપન્ન ગૃહસ્થજીવનથી પણ અધિક સુખ-સુવિધાથી પરિપૂર્ણ બનાવી દીધું.
ચૈત્યવાસીઓએ આધ્યાત્મિકતા, અહિંસા, અપરિગ્રહ, ગુણપૂજા, નિરંજન-નિરાકાર આત્મદેવની ઉપાસના, ભાવપૂજા વગેરેને છોડી-તોડીને, તેના સ્થાન પર ભૌતિકતા, પરિગ્રહ, દ્રવ્યાર્ચના, જડપૂજા વગેરેને ધર્મના સર્વોચ્ચ સિંહાસન પર વિરાજમાન કરી દીધા. ચૈત્યવાસીઓએ પોતાના એ કપોળકલ્પિત ધર્મનું નામ જૈન ધર્મ તો અવશ્ય રાખ્યું, પરંતુ વસ્તુતઃ તેને જૈન ધર્મ નહિ કહીને જૈનાભાસ કહેવું જ ઉચિત થઈ શકે છે. - એ નિર્વિવાદ છે કે આજીવન તલવારની ધાર પર ચાલવાતુલ્ય અતિ દુષ્કર વિશુદ્ધ શ્રમણાચારના પરિપાલનમાં અક્ષમ, પરીષહ-ભીરુ શ્રમણોએ શિથિલાચારનું શરણ લઈને ચૈત્યવાસી પરંપરાને જન્મ આપ્યો. શિથિલાચારની કાદવવાળી ભૂમિથી આનો પ્રાદુર્ભાવ થયો અને શિથિલાચારના શિથિલ પાયા પર જ ચૈત્યવાસી પરંપરાનું વિશાળ ભવન ઊભું કરવામાં આવ્યું. - સ્વયં દ્વારા આચરિત શિથિલાચારના ઔચિત્યની જનમાનસ પર છાપ દઢ કરવા માટે તેઓએ ૧૦ નિયમો સિવાય આગમોના પ્રતિપક્ષી (વિરુદ્ધ) અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું. ભોળા લોકોને સમજાવવામાં આવ્યું કે - “આ વિચ્છિન્ન થયેલ દૃષ્ટિવાદના અંશ છે. સિદ્ધાંતો પ્રતિકૂળ હોવા છતાં પણ તે ગ્રંથોને શાસ્ત્રીય અને જૈન સિદ્ધાંત અનુસાર સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. એ ગ્રંથોમાં નવી-નવી માન્યતાઓ, ચૈત્યનિર્માણ, પ્રતિમાનિર્માણ, ચૈત્યપરિપાટી, પ્રતિમાઓમાં પ્રાણ-પ્રતિષ્ઠા, પ્રતિમા પૂજા-વિધિ, તીર્થ માહાભ્ય, તીર્થયાત્રા વગેરે-વગેરેના સંબંધમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969697 ૩૩ ]