Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એમણે કાંઈક લખ્યું, પરંતુ વી. નિ. સં. ૧000 થી વી. નિ. સં. ૧૭૦૦ સુધીના જૈન ધર્મનો ક્રમબદ્ધ સંપૂર્ણ ઇતિહાસ લખવામાં મોટાભાગે કોઈ પણ વિદ્વાનને સફળતા પ્રાપ્ત ન થઈ શકી.
ઉક્ત અવધિમાં ઉત્તરમાં હિમાલયથી લઈ દક્ષિણમાં સમુદ્રતટ સુધીના વિસ્તુત ભૂભાગમાં ઉપલબ્ધ પ્રાચીન અભિલેખોમાં જૈન ધર્મના પ્રતિ મળેલી પ્રજાના બધા વર્ગો અને વિશેષતઃ રાજાઓ તથા રાજવંશોની પ્રગાઢ પ્રીતિને જોઈને તો, ભગવાન મહાવીરકાલીન ધર્મોદ્યોતની ઝાંખી હૃદયપટલ પર ઊભરી આવે છે. પરંતુ આ ઝાંખીમાં જૈન ધર્મની બહિરંગ પ્રવૃત્તિઓથી સંબંધિત તથ્ય અધિક છે. જૈન ધર્મના વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરવાવાળા આગમાનુસારિણી મૂળ આચાર્ય પરંપરાનો ઇતિહાસ અધિકાંશતઃ તિમિરાચ્છન્ન જ રહ્યો.
આ અવધિમાં જૈન ધર્મનાં ઈતિહાસનો આધ્યાત્મિક પક્ષ તો ઉજળો રહ્યો, પરંતુ એના આડંબરપરક બાહ્ય ભકિતનો ઇતિહાસ લોકવિશ્રુત થઈ વધતો રહ્યો. શનૈઃ શનૈઃ આધ્યાત્મિક ઉપાસનાના સ્થાને બાહ્ય આડંબરપૂર્ણ સાધના અને ભાવાર્ચનાના સ્થાને દ્રવ્યાર્ચનાએ ગ્રહણ કરવાનો પ્રારંભ કર્યો. આકર્ષક આડંબરપૂર્ણ ધાર્મિક ક્રિયા-કલાપોની તરફ જનસાધારણનું ધ્યાન આકર્ષિત થવા લાગ્યું, અને જનમત એ તરફ નમવા લાગ્યો. લોકપ્રવાહને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આડંબર, દ્રવ્ય-પૂજાનાં નિતનવાં વિધિ-વિધાન અને રીત-રિવાજ આવિષ્કત થવા લાગ્યાં. દ્રવ્ય-પૂજાના આવિષ્કારક શ્રમણોની પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈ ઘણાં બધાં શ્રમણ-શ્રમણી અને તેમના સંઘ આ પ્રકારની દ્રવ્ય પરંપરાઓના પોષક બની રહ્યા. જે પરંપરા બહિરંગ આરાધનાના અધિક આકર્ષક પ્રકારોના આવિષ્કાર, પ્રચાર ને પ્રસાર કરવા અને પોતાનાં એ આકર્ષક આયોજનોથી જેટલા અધિકાધિક લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ, એ જ પરંપરા શ્રેષ્ઠ તથા બધાથી મોટી સમજાવા લાગી. ઘણી મોટી સંખ્યામાં શ્રમણ-શ્રમણી વર્ગ પણ આધ્યાત્મસાધનાપથનો પરિત્યાગ કરી આડંબરપૂર્ણ ભૌતિક આરાધનાના પથિક બની ગયા. એનું દુષ્પરિણામ એ થયું કે શ્રમણ ભગવાન મહાવીર વડે પ્રરૂપિત જૈન ધર્મના આધ્યાત્મપરક સ્વરૂપમાં આમૂલ પરિવર્તન થઈ ૧૮ ૩૬૩૬૩૬૩૬96969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)