Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(શ્રમણ પરંપરાનું વાસ્તવિક સ્વરૂપ) જૈન ધર્મ સંસારના સમસ્ત પ્રાણીવર્ગનો પરમ હિતૈષી અને સાચી શાંતિનો માર્ગ બતાવવાવાળો છે. ધર્મનો શાબ્દિક અર્થ છે - જન્મ, જરા અને મૃત્યુના અથાગ દુઃખસાગરમાં ડૂબતા પ્રાણીને ધારણ કરવાવાળા, બચાવવાળા. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી ઘટ-ઘટના અંતર્યામી જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત (સ્થાપિત) ધર્મનું નામ છે “જેને ધર્મ.'
કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિની સાથે જ ભાવતીર્થકર બનીને પ્રભુ મહાવીરે ચતુર્વિધ ધર્મતીથની સ્થાપના કરતી વખતે સંસારને સાચા ધર્મનું સ્વરૂપ બતાવતા કહ્યું હતું : “અતીતકાળમાં જે અરિહંતભગવંત થઈ ચૂક્યા છે, વર્તમાનમાં જે છે તથા આગામી કાળમાં જે થશે તે બધા આ પ્રકારે કહે છે, આ પ્રકારે પ્રવચન કરે છે, આ પ્રકારે પ્રજ્ઞાપિત કરે છે અને આ પ્રકારે પ્રરૂપણા કરે છે, “બધાં પ્રાણી (ત્રણ વિકસેન્દ્રિય) બધાં ભૂત (વનસ્પતિ) બધા જીવ (પંચેન્દ્રિય) અને બધાં સત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના જીવો)ને મારવા ન જોઈએ કે અન્ય વ્યક્તિઓ દ્વારા ન મરાવવા જોઈએ, ન બળપૂર્વક પકડવાં જોઈએ, ન ત્રાસ આપવો જોઈએ, ન તેઓ પર પ્રાણઘાતક ઉપદ્રવ કરવા જોઈએ. આ અહિંસારૂપ ધર્મ જ શુદ્ધ, શાશ્વત અને મોક્ષદાયક ધર્મ છે.” આમાં અહિંસામૂલક ધર્મનું ઉત્કૃષ્ટ રૂપ બતાવવામાં આવેલ છે.
જેન ધર્મ, ધર્મકાર્યમાં કરવામાં આવતી હિંસાને પણ નિર્દોષ નથી માનતું. જૈનશાસ્ત્રમાં સંઘની રક્ષા માટે કોઈ પ્રકારની લબ્ધિની શક્તિનો ઉપયોગ પણ કરવો પડે, તો તેના માટે પણ આલોચના-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ આવશ્યક માનવામાં આવે છે. “દશવૈકાલિક સૂત્ર'ના “મહાચાર” નામક છઠ્ઠા અધ્યયનમાં ભગવાન મહાવીરની નિગ્રંથ પરંપરાના શ્રમણશ્રમણી વર્ગના સાધ્વાચારનું અતિ સુંદર રૂપથી સાંગોપાંગ વર્ણન કરવામાં આવેલ છે. મુક્તિપથ પર નિરંતર અગ્રેસર રહેવાની અભિલાષાવાળા જેન શ્રમણોના આચાર એવા ઉન્નત અને દુષ્કર છે કે તે પ્રકારના આચાર જિનશાસન સિવાય અન્ય મત-મતાંતરોમાં અત્યંત દુર્લભ છે.
(૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય તથા (૫) અપરિગ્રહ આ પાંચ મહાવ્રત અને (૬) રાત્રિભોજન ત્યાગરૂપી વ્રત - આ છ વ્રતનું પાલન કરવું, (૭) પૃથ્વીકાય, (૮) અકાય, (૯) તેજકાય, | ૨૪ E32336969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)