Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વ્યક્ત કર્યા, એ સારરૂપે આ પ્રકારના છે: જૈન-શ્રમણોના મન-મસ્તિષ્કમાં વધતી જતી દ્રવ્યસંગ્રહની લાલસા, સંઘમાં સત્તાસંપન્ન પ્રમુખપદ પ્રાપ્ત કરવાની અભિલાષા અને તેઓની શિથિલાચારમાં ઉત્તરોત્તર વધતી જતી વૃત્તિએ, તેઓને શ્રમણધર્મથી ભ્રષ્ટ કરીને, પોરોહિત્યના કાર્યને પુરોહિતોથી ઝૂંટવી પોતાના અધિકારમાં લેવા માટે વિવશ કર્યા.” આ પ્રકારે પોતાના હાથમાં લીધેલા પૌરોહિત્યકાર્યએ તે શ્રમણોને અપાર સંપત્તિ અને વૈભવના સ્વામી બનાવી દીધા, જે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા જિનમંદિરોને ભેટ આપેલી બહુમૂલ્ય સંપત્તિના રૂપમાં તેઓને પ્રાપ્ત થઈ રહી હતી.
જૈન સાધુઓની આ શિથિલતા, અર્થલોલુપવૃત્તિએ તેઓને ભગવાન મહાવીરના આધ્યાત્મિક સિદ્ધાંતોથી કોસો દૂર કરી દીધા. ભગવાન મહાવીરે ધર્મતીર્થના પ્રવર્તન કરતી વખતે પૌરોહિત્ય વૃત્તિનો વિરોધ કરવાની સાથે-સાથે ભૌતિક અનુષ્ઠાનોના સ્થાને આત્મશુદ્ધિ પર ભાર મૂક્યો હતો. જે ભૌતિક અનુષ્ઠાનોનો ભગવાન મહાવીરે વિરોધ કર્યો હતો, તે ભૌતિક અનુષ્ઠાનોનો મધ્યયુગના જૈન સાધુઓ અને આચાર્યોએ પ્રચલન કર્યો. આનાથી જૈન ધર્મના પ્રાણભૂત અહિંસાના મૂળસિદ્ધાંત પર કુધરાઘાત થયો.
દ્રવ્યપૂજા કરતી વખતે ભક્તગણ, પૂજાના પ્રયોગમાં લેવામાં આવતાં પાણી, પુષ્પ, ધૂપ, દીપ વગેરેના માધ્યમથી અગણિત અદેશ્ય સૂક્ષ્મજીવોની હિંસા કરતા હતા. જૈનોમાં મૂર્તિપૂજાનો પ્રાદુર્ભાવ ઈસાની પ્રારંભિક શતાબ્દીઓમાં થયો અને મધ્યયુગમાં પૂજાના નિયમો, અનુષ્ઠાનોને વિસ્તૃત અથવા વિશરૂપ આપવામાં આવ્યું. સમન્તભદ્ર (વિક્રમની સાતમ-આઠમી શતાબ્દી) સંભવતઃ પહેલા આચાર્ય હતા, જેઓએ મૂર્તિપૂજાને શિક્ષાવ્રતમાં સમાવીને તેને ગૃહસ્થવર્ગનું ધાર્મિક કર્તવ્ય નિર્ધારિત કર્યું. સોમદેવે (વિક્રમની અગિયારમી શતાબ્દી) મૂર્તિપૂજાને સામાયિક શિક્ષાવ્રતમાં સ્થાન આપ્યું.
મધ્યયુગના જૈન આચાર્યો અને શ્રમણો દ્વારા કરેલા આ પ્રકારનાં પરિવર્તનોથી પુરાતન, પવિત્ર, મૂળ પરંપરા લગભગ નષ્ટ થઈ. આ પ્રકારે જૈન ધર્મનું પરંપરાગત મહાન મૂળ સ્વરૂપ નિસ્તેજ (ધૂમિલ) થઈ ગયું. વિશુદ્ધ શાસ્ત્રીય શ્રમણાચારનું પાલન કરવાવાળી મૂળ શ્રમણ પરંપરાનો પ્રવાહ અત્યંત ક્ષીણ, મંદ તેમજ ગૌણરૂપમાં અવશિષ્ટ રહી ગયો. જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) 999696969696969690 ૨૩ |