Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આદ્ય તીર્થકર ભ. ઋષભદેવ દ્વારા આપણી આ આર્યધરા પર ધર્મતીર્થના પ્રવર્તન સમયથી લઈ અંતિમ પૂર્વધર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થવા સુધી અર્થાત્ વી. નિ. સં. ૧000 સુધીના જૈન ધર્મનો ઇતિહાસ, એક-બે સાધારણ અપવાદોને છોડીને વિશુદ્ધ તથા મૂળધર્મ પરંપરાનો ઇતિહાસ રહ્યો. વી. નિ. સં. ૬૦૯ અને તેની આસપાસ યદ્યપિ જૈન ધર્મની મૂળ વિશુદ્ધ પરંપરામાં દિગંબરસંઘ, યાપનીય સંઘ, ચૈત્યવાસીસંઘ અને આંશિક રૂપથી ભટ્ટારક પરંપરા જેવી નાનીનાની પૃથફ ઈકાઈઓ(એકમ-ઘટક)નો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો. પરિણામ સ્વરૂપે એ સમય જૈન ધર્મ નાના-મોટા પાંચ વર્ગોમાં વિભક્ત થઈ ગયો હતો. આ બધું જ થઈ ગયું હોવા ઉપરાંત પણ વિ. નિ. ની. દશમી શતાબ્દીના અંત સુધી મુખ્ય રૂપથી વિશુદ્ધ ધર્મ પરંપરાનું વર્ચસ્વ રહ્યું. આ કારણે જૈન ધર્મનો ઇતિહાસ પણ વી. નિ. ની. દશમી શતાબ્દી સુધી એક મહાનદીના પ્રવાહના રૂપમાં પોતાની પારંપરિક મહાનતા લઈ અવિરત ગતિથી ચાલતો રહ્યો. પરંતુ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી જૈન ધર્મ અને એમના ઇતિહાસની સ્થિતિ, એમના અનેક ટુકડાઓમાં વિભાજન થઈ જવાના પરિણામ સ્વરૂપ, આના પૂર્વેના ઇતિહાસથી નિતાંત ભિન્ન, ખૂબ જ મોટી દુવિધાજનક (દુરૂહ) અને કોયડા જેવી થઈ ગઈ. આર્ય મહાગિરિના સ્વર્ગારોહણકાળ અર્થાત્ વિ. નિ. સં. ૨૪૫ સુધી જેને ઇતિહાસ એકતાના સૂત્રમાં આબદ્ધ ને એકમાત્ર આચાર્ય પરંપરાનો જ ઇતિહાસ રહ્યો..
વિ. નિ. સં. ૨૪૫ થી વી. નિ. સં. ૧000 સુધી અર્થાત્ પૂર્વધરકાળ સુધી જૈન ધર્મનો ઇતિહાસ બહિરંગ રૂપથી વાચનાચાર્ય પરંપરા, યુગપ્રધાનાચાર્ય પરંપરા અને ગણાચાર્ય પરંપરા - આ ત્રણ પરંપરાઓના રૂપમાં અંશતઃ વિભક્ત દૃષ્ટિગોચર થતો રહીને પણ અન્યોન્યાશ્રિત અને સિદ્ધાંત અવિભક્ત રહેવાના કારણે વિભેદ-વિહીન એક જ મહાનદીના રૂપમાં પ્રવાહિત થતો રહ્યો. આ અવધિમાં ભ. મહાવીરના ધર્મસંઘના સુચારુ રૂપેણ સંચાલનની દૃષ્ટિથી વાચનાચાર્ય, યુગપ્રધાનાચાર્ય અને ગણાચાર્ય આ ત્રણ આચાર્ય પરંપરાઓ માન્ય કરવામાં આવી. પણ એ ત્રણેય આચાર્ય પરંપરાઓ મૂળ આગમોમાં પ્રતિપાદિત વિશુદ્ધ આધ્યાત્મિક પથ પર સમન્વયપૂર્વક સાથે-સાથે ચાલતી રહી. સ્વ-પર અને ધર્મસંઘના અભ્યદય તથા ઉત્કર્ષમાં નિરત રહી. [ ૧૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)