Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ભુલાયેલા-વિખરાયેલા સાધકો માટે એ મહાન વિભૂતિઓનો મજબૂત નૈતિક ટેકો અને માર્ગદર્શન આપવાવાળા સંબલ બની ગયા.
આચાર્ય પ્રવર શ્રી હસ્તીમલજી મ.સા. એક તટસ્થ વિચારક, નિષ્પક્ષ ચિંતક અને આચાર પરંપરાના એક સજાગ પ્રહરી સંતરત્ન છે. એમના જીવનના કણ-કણમાં અને મનના અણુ-અણુમાં આચાર પ્રતિ નિષ્ઠા રહી, જે ઇતિહાસલેખનની કલામાં પણ યત્ર-તંત્ર સહજ રૂપથી સામે આવી છે. આચાર્ય પ્રવરના તત્ત્વાવધાનમાં ખૂબ જ દીર્ઘદર્શિતાથી ઇતિહાસનું લેખન કરવામાં આવ્યું છે. એમની પારદર્શી સૂક્ષ્મ પ્રતિભાના દર્શન આ ગ્રંથના પ્રત્યેક અધ્યાયમાં કરી શકાય છે.
પૂર્વના બે ભાગોની અપેક્ષાએ આ ભાગના લેખનમાં લેખકે અધિક શ્રમ કરવો પડ્યો છે. ઇતિહાસનો આ એવો કાલ-ખંડ છે, જે તિમિરાચ્છન્ન હતો. અનેક એવી વિસંગતિઓ હતી, જેને ઉકેલવી સામાન્ય લેખકની શક્તિથી પરે હતી. પણ આચાર્યશ્રીએ એમનાં ગંભીર અધ્યયન તથા ગહન અનુભવના આધારથી આ અધ્યાયને એવું આલોકિત કર્યું છે કે પાઠક વાંચતા-વાંચતા આનંદથી ઝૂમવા લાગશે.
લેખકે આ વાત પર અત્યધિક બળ આપ્યું છે કે - ‘શ્રમણ સંસ્કૃતિની ગૌરવગરિમા આચારનિષ્ઠામાં જ સન્નિહિત છે; જ્યારે સાધકના ડગ આચાર-શૈથિલ્ય તરફ વધ્યાં, ત્યારે એમનું પતન થયું. જૈન ધર્મના હ્રાસનું મૂળ કારણ આચારની શિથિલતા છે, અને વિકાસનું કારણ આચારની પવિત્રતા છે.' શિથિલાચારના વિરોધમાં એમની લેખની શ્રુતગતિએ ચાલી છે. પણ સાથે એ પણ સત્ય છે કે - ‘તથ્યને પ્રગટ કરવું એ લેખનનો પ્રમુખ ઉદ્દેશ્ય રહ્યો છે.' કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનું કે કોઈ પરંપરાનો વિરોધ-ખંડન કરવાનું એમનું લક્ષ્ય નથી. સમય-સમય પર જૈનસંઘોમાં જે-જે વિકૃતિઓ આવી, એની પર પ્રકાશ પાડવો એ જ એમનું લક્ષ્ય રહ્યું છે. ઇતિહાસ અને એના લેખનનો એક ઉદ્દેશ્ય આ પણ છે. પોતાના એ ઉદ્દેશ્યમાં લેખક શતપ્રતિશત ખરા ઊતર્યા છે.
૧૪
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)