Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મૂલ્યાંકન
(નિષ્પક્ષ ઇતિહાસલેખન)
- આચાર્ય દેવેન્દ્રમુનિ જૈન ધર્મ વિશ્વના મહાન વૈજ્ઞાનિક ધર્મ, દર્શન છે. એ આત્માના પરમ અને ચરમ વિકાસમાં આસ્થા રાખવાવાળો ધર્મ છે. જે સાધ્ય અને સાધના, બંનેની પવિત્રતામાં વિશ્વાસ રાખે છે. આમાં આચાર અને વિચારની સમાન શુદ્ધિ ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઐતિહાસિક દૃષ્ટિથી જૈન ધર્મ વિશ્વનો પ્રાચીનતમ ધર્મ છે. આ ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે. આ ના તો વૈદિક ધર્મની શાખા છે કે ના બૌદ્ધ ધર્મની. પુરાતત્ત્વ, સાહિત્ય, ભાષા-વિજ્ઞાન, નૃતત્વ વિજ્ઞાન વગેરેથી આ સ્પષ્ટ થઈ ગયું છે કે - “વૈદિક કાળથી પણ પૂર્વે ભારતમાં એક ખૂબ જ સમૃદ્ધ સંસ્કૃતિ હતી, જે સમય-સમય પર વિભિન્ન નામોથી ઓળખાતી આવી અને તે સંસ્કૃતિ આજે જૈન સંસ્કૃતિના નામથી વિશ્વ-વિકૃત છે. આ સંસ્કૃતિના પુરસ્કર્તા વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ થયા છે. વૈદિક પરંપરાના ગ્રંથોમાં પણ તેમની ગુણ-ગરિમાના વખાણ કરવામાં આવ્યા છે. તેમના પછી ભગવાન અજિતનાથ વગેરે બાવીસ તીર્થકર થયાં, જેમાંથી કેટલાંય તીર્થકર પ્રાગૈતિહાસિક યુગના છે, તો કેટલાંક ઐતિહાસિક યુગના છે. ભગવાન મહાવીર ચોવીસમા તીર્થકર છે.
ભગવાન મહાવીર પશ્ચાત્ અનેક જ્યોતિર્ધર આચાર્યોની પાવન પરંપરા ચાલી. ઐતિહાસિક દૃષ્ટિથી ભગવાન મહાવીર પશ્ચાત્ બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળોને કારણે શ્રમણોની આચારસંહિતામાં શૈથિલ્યએ પ્રવેશ કર્યો, જેના કારણે વિચારોમાં પણ પરિવર્તન થયું. જેના ફળસ્વરૂપ શ્રમણ પરંપરા શ્વેતાંબર અને દિગંબરના રૂપમાં વિભક્ત થઈ. તેમાંથી પણ અનેક ધારાઓ-ઉપધારાઓ પ્રસ્ફટિત થઈ ગઈ. સર્ભાગ્યથી સમય-સમય પર એની વિશિષ્ટ વિભૂતિઓ થતી રહી, જેનાથી સંઘમાં આચાર-વિચારની દૃષ્ટિથી પરિષ્કાર થતો રહ્યો. ઉત્કૃષ્ટ આચાર-વિચાર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૧૩ |