Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બે શબ્દ
અથાગ પરિશ્રમની ફળશ્રુતિ
પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહ કોઠારી આ ઇતિહાસ ગ્રંથમાળાના પ્રથમ ભાગમાં, યુગો પૂર્વે પુરાતન પ્રાઐતિહાસિક કાળમાં થયેલ માનવ સંસ્કૃતિના સૂત્રધાર પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયથી ચોવીસમા (અંતિમ) તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ સમય સુધીના જૈન ધર્મના ઇતિહાસને સમાવિષ્ટ કરવામાં આવ્યો. દ્વિતીય ભાગમાં ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ અને પહેલા પટ્ટધર આચાર્ય સુધર્માથી લઈને સત્યાવીસમા પટ્ટધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધી નિર્વાણોત્તર ૧૦૦૦ વર્ષના જૈન ધર્મના ઇતિહાસને વણી લેવામાં (નિબદ્ધ) આવેલ છે. પ્રસ્તુત તૃતીય ભાગમાં વી. નિ. સં. ૧૦૦૧ થી વી. નિ. સં. ૧૪૭૫ સુધી અર્થાત્ સ્વનામધન્ય હેમચંદ્રાચાર્યના ૧૬૧ વર્ષ પૂર્વ સુધીના જૈન ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. ચોથા (ચતુર્થ) ભાગમાં વી. નિ. સં. ૧૪૭૫ થી લોંકાશાહ સુધી અર્થાત્ વી. નિ. સં. ૧૯૭૮ થી ૨૦૦૧ સુધીના ઇતિહાસને વણી (આવરી) લેવામાં આવશે.
-
આ ગ્રંથમાળાના આલેખનમાં મહાન પૂર્વાચાર્યો, વિદ્વાન ઇતિહાસલેખકોના ગ્રંથોના ઉદાહરણ સ્વરૂપ આચાર્ય હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર', આચાર્ય પ્રભાચંદ્રના ‘પ્રભાવક ચરિત્ર’ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના ઉત્કર્ષ, પુનરુત્થાનની સાથે-સાથે, સમય-સમય, પર જૈન ધર્મની મૂળ માન્યતાઓ અને આચારમાં કરેલ ઐતિહાસિક દૃષ્ટિથી અપરિહાર્ય પરિવર્તનો અને તેમાં ઉત્પન્ન થયેલ વિકૃતિઓનો ક્રમિક ઇતિહાસ વણી લેવામાં આવેલ છે. જૈન ધર્મ પોતાના ઉત્કૃષ્ટ રૂપમાં મન-વચન-કર્મથી અહિંસાની આરાધનાનો ધર્મ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) એ
૭ ૧૧