Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રાયઃ બધા જ વિદ્વાનોએ અભિમત પ્રગટ કર્યો કે - “નિર્યુક્તિઓના રચનાકાર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ, અપિતુ ઈ.સની છઠ્ઠી શતાબ્દીના અંતિમ ચરણથી સાતમી શતાબ્દીના પ્રારંભિક કાલખંડમાં થયેલ નિમિત્તજ્ઞ ભદ્રબાહુ છે.” આ રીતે વિ. સં. ૧૫૦૮માં લોંકાશાહે નિયુક્તિઓના રચનાકાર સંબંધમાં ગહન અન્વેષણ પશ્ચાત્ જે તથ્ય પ્રગટ કર્યું હતું, એને આજે બધા વિદ્વાન માનવા લાગ્યા છે.'
લોકાશાહે આગમ-વચનોના આધાર પર કહ્યું હતું: “અનંત શાશ્વત સુખનિધાન મોલ-ધામમાં બિરાજમાન નિરંજન-નિરાકાર, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ સિદ્ધ ભગવંત, જિનેશ્વર પ્રભુ આ જન્મ-મૃત્યુ વગેરે અનંત દુઃખોથી ઓતપ્રોત સંસારમાં ક્યારે પણ પાછા વળીને નહિ આવે. ભલે કોઈ લાખો વર્ષો, શતાબ્દીઓ સુધી પણ એમને આહ્વાન કેમ ના કરતા રહે. તેઓ પુનઃ આ સંસારમાં કદાપિ નહિ આવે. ખરેખર કોઈ પણ જિનવાણીમાં અતૂટ આસ્થા રાખનાર વ્યક્તિ કે વિદ્વાન જો આ શાશ્વત સત્યને નિરસ્ત કરવાની ચેષ્ટા કરવા ઇચ્છશે, તો પછી રત્નસ્વર્ણ-રજત-કાંસ્ય-પિત્તળ-પ્રસ્તર વગેરેથી નિમિતે મૂર્તિઓમાં મંત્રો વડે સિદ્ધશિલા પર બિરાજમાન જિનેશ્વર પ્રભુનું આહ્વાન કેવું ? પ્રાણપ્રતિષ્ઠા કેવી? શું ‘એકાદશાંગી'માં એક પણ મંત્ર એવો છે, જેને ભગવાન મહાવીરે સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન જિનેશ્વરોની મૂર્તિમાં આહ્વાન અને પ્રાણ-પ્રતિષ્ઠા માટે પ્રરૂપિત કર્યો હોય અથવા ગણધરોએ ઉલ્લેખ કર્યો હોય? કારણ કે - “એકાદશાંગી'માં એક પણ એવો મંત્ર વિદ્યમાન નથી. એટલા માટે આપણે બધાએ એવું જ કહેવું પડશે કે – “ના.”
પ્રકાશ તો સૂર્યથી જ થશે, સૂર્યની મૂર્તિથી કદાપિ નહિ. મૂર્તિ સૂર્યની છે, પણ અંધકારપૂર્ણ ગૃહમાં રાખેલી છે. એ દશામાં એ મૂર્તિ દ્વારા બીજાને પ્રકાશ આપવામાં આવે એવી વાત તો દૂર, એના માટે સ્વયંને પ્રકાશિત કરવાનું પણ સંભવ ન થઈ શકે.
યાકિની મહત્તા સૂનુ આચાર્ય હરિભદ્રથી લઈ વર્તમાનકાળના રમેશચંદ્ર શર્મા, એસ. પદ્મનાભન, રામભૂષણ પ્રસાદસિંહ વગેરે વિદ્વાનોએ જે પ્રકારે જૈનોમાં પ્રચલિત મૂર્તિપૂજા સંબંધમાં અભિમત વ્યક્ત કર્યો છે, એ જ પ્રકારે લોકાશાહે પણ તર્કસંમત અભિમત વ્યક્ત કર્યો. એમણે મૂળ આગમોના આધાર પર તથા “મહાનિશીથ'ના ઉલ્લેખોના આધાર પર, મંદિર-મૂર્તિ વગેરેના માધ્યમથી થવા વાળી દ્રવ્યાર્ચના-દ્રવ્યપૂજાને અશ્રેયસ્કારી અને ભાવાર્થના-ભાવપૂજાને પરમ શ્રેયસ્કારી જણાવી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3633969696969696969694 ૯ ]