Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તીર્થના આચાર-વિચાર-વ્યવહારનું બતાવ્યું હતું, તે આ પ્રકારના ન હતા, જે પ્રકારના આજે ચારેય તરફ દષ્ટિગોચર થઈ રહી છે. વિશ્વબંધુ વીર જિનેશ્વરે તો પ્રાણીમાત્રના પ્રાણોની રક્ષા-દયાને જ ધર્મનો પ્રાણ બતાવ્યો.” “આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના બીજા ઉદ્દેશક અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન, માન-સન્માન વગેરે માટે, જન્મ-મરણથી મુક્તિ પામવા માટે અથવા દુઃખોથી છુટકારો મેળવવા માટે આ ષજીવ નિકાયનો આરંભ-સમારંભ કરે છે, કરાવે છે અને કરવાવાળાને ભલા સમજવામાં આવે છે, તો તે એના માટે ઘોર અનર્થકારી છે. તે એને અબોધિના સઘન તિમિરમાં નાખવા માટે છે.
લગભગ ૧૫૦ વર્ષ પહેલા લોંકાશાહે કહ્યું હતું : “ભગવતીસૂત્ર'માં ગણધરો દ્વારા પ્રભુ મહાવીરને પુછાઈ ગયેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને પ્રભુ દ્વારા અપાયેલા એ પ્રશ્નોના ઉત્તર (જવાબ) ઉપલબ્ધ છે, જેમાંથી એક પણ પ્રશ્નોત્તર એવો નથી કે જે મૂર્તિ/મંદિરનિર્માણ તથા મૂર્તિપૂજાથી થવાવાળા “ફળ' પ્રકાશમાં લાવતો હોય.”
લોકાશાહે સત્યનો શંખનાદ ફેંકતા કહ્યું હતું કે - “આ નિર્યુક્તિઓ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ નથી.” ચૂર્ણિઓ, ભાષ્યો, ટીકાઓ (વૃત્તિઓ) વગેરેનું અધ્યયન કરી એમણે અનેક અશાસ્ત્રીય ઉલ્લેખોનો અંબાર (ઢગલો) જૈનજગતની સમક્ષ મૂકતા અતિ વિનમ્ર શિષ્ટ ભાષામાં આવું કહ્યું હતું કે - “શું મૂળ-આગમોને પ્રતિકૂળ વાતો કોઈ સત્યાન્વેષી સાચા જૈન માટે માન્ય હોઈ શકે છે ? જે ચતુર (સમજદાર) છે તે વિચાર કરે.”.
આ સત્ય તથ્યના ઉદ્ઘાટન પર જ્યાં એક તરફ સત્યાન્વેષીઓએ લોંકાશાહની સરાહના કરી, તો બીજી તરફ પૂર્વગ્રહથી અને સાંપ્રદાયિક અભિનિવેશથી અભિભૂત લોકોએ એમને પેટભરી ગાળો પણ આપી. પણ સ્થિતપ્રજ્ઞ લોંકાશાહ ન તો સરાહનાથી તુષ્ટ થયા અને ના અસહિષ્ણુ આલોચકોની નિંદાથી નાખુશ. એ તો શતાબ્દીઓથી મંદ થઈ ગયેલી જૈન ધર્મની જ્યોતિને જીવનભર ઉદ્દીપ્ત ને પ્રદીપ્ત કરવામાં પ્રાણપ્રણથી લાગી રહ્યા. લોંકાશાહના સત્યાન્વેષણનો એમના વિરોધીઓ દ્વારા કટુત્તર ભાષામાં વિરોધ કરવામાં આવ્યો. વિરોધ અને અનુમોદન બંને પ્રકારની પ્રક્રિયાઓ લગભગ ૪૫૦ વર્ષ સુધી ચાલતી રહી.
વિભિન્ન ગ્રંથોના આ વિશે ઉલ્લેખોના વિશ્લેષણાત્મક પર્યાલોચનથી અનેક નવીન તથ્ય પ્રકાશમાં આવ્યાં. ફળસ્વરૂપ શ્વેતાંબર પરંપરાના ૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)