Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ સંતોના મનમાં ખટકતી રહી. એમણે પોતાના ગરિમાપૂર્ણ આચાર્ય મુનિપદની જવાબદારીઓ અને કર્તવ્યોનું પાલન કરતાં રહી, સમયસમય પર જિન-પ્રણીત આગમાનુસારી ધર્મના સ્વરૂપને ચતુર્વિધ તીર્થ અને જન-જનની સમક્ષ મૂક્યા. લોકશાહથી લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે દિગંબર પરંપરાના માથુરસંઘના સ્થાપક આચાર્ય રામસેણે (વિ. સં. ૯૫૩) પ્રતિમાની પૂજા-અર્ચનાને સમ્યકત્વ-પ્રકૃતિની વિરુદ્ધ બતાવ્યું. મહાન ધર્ણોદ્ધારક લોંકાશાહથી લગભગ ૨૦૦ વર્ષ પૂર્વ જૈન પ્રતિમાઓની દ્રવ્ય-પૂજામાં કતિપય એવા સુધારા કરવામાં આવ્યા, જેને એ સમયના દેશવ્યાપી વાતાવરણને ધ્યાનમાં રાખી ક્રાંતિકારી સુધારાની સંજ્ઞા આપી શકાય છે. એ ક્રાંતિકારી સુધારાઓની ઘોષણા અનેક આચાર્યોના હસ્તાક્ષરોથી અંકિત, અનુમોદિત તથા અનેક ગણમાન્ય શ્રાવક પ્રમુખો દ્વારા સાક્ષીકૃત એક સંઘાદેશથી કરવામાં આવી. - વર્ધમાનસૂરિ પ્રથમતઃ ચૈત્યવાસી પરંપરામાં દીક્ષિત થયા હતા. એમણે જ્યારે નિર્ગથ-પ્રવચન પર ચિંતન-મનન કર્યું, તો એમના અંતઃસ્તલમાં જૈન ધર્મના શાસ્ત્રસંમત સાચા સ્વરૂપની એક ઝલક પ્રગટ થઈ. એમના ચૈત્યવાસી ગુરુએ એમને ઉપાધ્યાયપદ પર અધિષ્ઠિત કરી ચૈત્યવાસી પરંપરામાં જ બની રહેવાનું પ્રલોભન આપ્યું. એમના સમયમાં પણ ચૂર્ણિઓ, નિયુક્તિઓ, ભાષ્ય, વૃત્તિઓ વગેરે વિદ્યમાન હતી. તે બધી એમને સત્પંથ તરફ આગળ વધવાથી ન રોકી શકી. - વર્ધમાનસૂરિ એ અરણ્યચારી-વનવાસી પરંપરાના આચાર્ય ઉદ્યોતનસૂરિની પાસે ઉપસંપદા(શાસ્ત્રસંમત વિશુદ્ધ શ્રમણધર્મની દીક્ષા) ગ્રહણ કરી એમની પાસેથી ગણિપિટકનું, નિગ્રંથ પ્રવચનનું તલસ્પર્શી અધ્યયન કર્યું. વર્ધમાનસૂરિની વિદ્યમાનતામાં એમના શિષ્ય જિનેશ્વરસૂરિનો ગુર્જરેશ વલ્લભરાજની અણહિલપુર (પટ્ટણ)ની રાજસભામાં ચૈત્યવાસીઓ જોડે શાસ્ત્રાર્થ થયો. એ શાસ્ત્રાર્થમાં પ્રમાણરૂપમાં ચૈત્યવાસી આચાર્યો વડે નિગ્રંથ પ્રવચનના સ્થાન પર અન્ય શાસ્ત્ર પ્રસ્તુત કરવામાં આવ્યા, તો જિનેશ્વરસૂરિએ એમને અસ્વીકારી દીધાં. મહાન ધર્ણોદ્ધારક લોંકાશાહે પણ આ બધી વિકૃતિઓ પર વિચાર કરી જૈન ધર્મની આ પ્રકારની ધૂમિલ છબી પર દુઃખ પ્રગટ કરતા કહ્યું હતું કે - “કરુણાસિંધુ શ્રમણ ભગવાન મહાવીરે નિખિલ(સમસ્ત) જગતનાં પ્રાણીઓના હિત માટે વિશ્વધર્મ - જૈન ધર્મનું જ સ્વરૂપ ચતુર્વિધજિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩) 0990990999999 0 ]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 290