Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
૨જૂ થયેલાં સંશોધનો માત્ર સૈદ્ધાન્તિક સ્તરનાં છે.
અહીં રજૂ કરવામાં આવેલ 1. જૈન દર્શનની દૃષ્ટિએ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની મર્યાદાઓ 2. પ્રકાશ : તરંગો કે કણો? 3. ડૉપ્લર ઘટના અંગેના નવા ખ્યાલો 4. વ્યતિકરણ અંગેના નવા ખ્યાલો... વગેરે સંશોધન પત્રો ઇન્ડિયન સાયંસ કૉંગ્રેસ ઍસોસિયેશન(કલકત્તા)ના વડોદરા-વાર્ષિક અધિવેશનમાં રજૂ કરવા માટે તૈયાર કરેલ પરંતુ કમનસીબે સંસ્થાના નિર્ણાયકો અવલોકનો આધારિત સંશોધન પત્રો જ માન્ય કરતા હોવાથી આ સંશોધન પત્રોને રજૂ કરવાની તક મળી શકી નથી. તો બીજી તરફ અહીં રજૂ થયેલ શ્રી અશોકકુમાર દત્તના અતીન્દ્રિય અનુભવોનું વિશ્લેષણ કદાચ ધ્વનિ અંગેના નવા સંશોધન ક્ષેત્રના દ્વાર ઉઘાડી શકે તેમ છે.
આ ગ્રંથમાં દરેક પ્રક૨ણ એક સ્વતંત્ર લેખ હોવાથી તેમજ તે લેખો વિભિન્ન સામયિકોમાં પ્રકાશિત થયેલ/થનાર હોવાથી કેટલીક હકીક્તોનું પુનરાવર્તન થતું જણાશે પંરતુ તે અનિવાર્ય છે.
પ.પૂ. પરમોપકારી ગુરુદેવ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના અસીમ આશીર્વાદ અને કૃપા તેમજ પ.પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના અદૃશ્ય દિવ્ય આશિષ તથા વડીલ ગુરુબંધુ પ.પૂ.આ. શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શન મારા આ કાર્યનાં પ્રેરક પરિબળો રહ્યાં છે.
પાર્શ્વચંદ્ર ગચ્છીય વિદ્વર્ય આત્મસાધક પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મ.સા.એ દૂર રહ્યા રહ્યા પણ મારી હતાશા, નિરાશાને દૂર કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે અને આ પુસ્તકની પ્રથમાવૃત્તિ ઝીણવટપૂર્વક વાંચીને, પુસ્તકને નિર્દોષ, ક્ષતિમુક્ત અને વિજ્ઞાન જગતમાં માન્ય કરાવવા તેઓએ જે જે સૂચનો કર્યાં છે, તે સર્વનું અહીં યથાસંભવ પાલન કરવામાં આવ્યું છે.
પ્રો. હસમુખભાઈ એફ.શાહ (ભૌતિકશાસ્ત્રના વિભાગીય વડા, સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ ૯)ને ક્યારેય ભૂલી શકું તેમ નથી. તેઓએ મને આ કાર્યમાં અપૂર્વ સહકાર આપ્યો છે અને જ્યારે પણ આધુનિક ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અંગે મને પ્રશ્નો પેદા થયા ત્યારે એ સઘળા પ્રશ્નોનું નિરાકરણ તથા સ્પષ્ટતા કરી, સઘળીય ગાણિતિક સમજણ પૂરી પાડી છે.
ડૉ. પ્ર. ચુ. વૈદ્ય, જેઓ સમગ્ર ભારતના અગ્રગણ્ય ગણિત-વિજ્ઞાની છે અને આજે ૮૧ વર્ષની ઉંમરે પણ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે, તેઓએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના મારા આ ગ્રંથની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું. વસ્તુતઃ તેઓએ તેમનું સમગ્ર જીવન જ ગણિત અને ભૌતિક વિજ્ઞાનના સંશોધનમાં સમપ્યું છે. તેઓના માર્ગદર્શન હેઠળ સેંકડો વિદ્યાર્થીઓએ સંશોધન કાર્ય કર્યું છે. વધતી ઉંમરના કારણે આંખોમાં તકલીફ હોવાથી તેઓ સ્વયં આ સંપૂર્ણ ગ્રંથ વાંચી શકવાને સમર્થ ન હોવા છતાં, અન્ય વાચક પાસે વંચાવીને પણ તેઓએ સ્વહસ્તે આ ગ્રંથની (પ્રથમાવૃત્તિની) પ્રસ્તાવના લખી આપી છે. તેમનો આભાર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
વિશેષ આનંદની વાત એ છે કે આ ગ્રંથના મહત્ત્વપૂર્ણ બધા જ લેખો/પ્રકરણો ડૉ. પ્ર. ચુ. વૈદ્ય સાહેબે તેના અસલ સ્વરૂપમાં વાંચી લીધા છે અને તેઓએ જે કોઈ સૂચનો કે સુધારા કરી આપ્યા, તે બધાંનો અહીં અમલ કરવામાં આવ્યો છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ તરફથી વિશિષ્ટ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org