Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo Author(s): Nandighoshvijay Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh SansthaPage 21
________________ દાર્શનિક પરંપરાએ પ્રબોધેલા સત્યને રહસ્યને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ જગત સમક્ષ મેં મારા પુસ્તક “scientific Foundation of Jainism' (1990, Motilal Banarasidass, Publishers, Delhi)માં જૈન દાર્શનિક સિદ્ધાંતો અને જૈન નીતિ-નિયમોને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં મૂકવા માટે પ્રયત્ન કર્યો છે. વર્તમાન આધુનિક જૈન-જૈનેતર શ્રોતાઓ સમક્ષ જૈનદર્શનને રજૂ કરવા માટે આવા પ્રયત્નો ખાસ જરૂરી છે. હું ‘Jainism as it is' વિશે લખી કાંઈક મહત્ત્વપૂર્ણ પ્રયત્ન કરવા માગું છું પરંતું 20મી અને 21મી સદીના ખ્યાલોના સંદર્ભમાં પ્રસ્તુત કરવું એ, અલબત્ત ખૂબ કઠિન કાર્ય છે, જે તાત્કાલિક વિચારણા માંગી લે છે. કાર્પણ વર્ગણા સ્વરૂપ કર્મના પુદ્ગલ સ્કંધો / કણો સંબંધી જૈન વિભાવના ખ્યાલ, દ્રવ્ય-શક્તિ તરીકે પુદ્ગલ વગેરે સારી રીતે સરળતાથી સમજી ને સમજાવી શકાતાં નથી. થોડા સમય પહેલાં જ વિજ્ઞાને “ઇલેકટ્રોન” અને “ફોટૉન' શોધ્યાં, જ્યારે જૈનદર્શને પ્રાથમિક કણો તરીકે કાર્પણ વર્ગણાના કણો દર્શાવ્યા છે. કાશ્મણ વર્ગણાનો ખ્યાલ | વિભાવના, એ જૈન દર્શનની અદ્વિતીય અજોડ વિભાવના છે, કારણ કે ફક્ત આ કણો જ આત્મા સાથે સંયોજિત થઈ શકે છે. જૈન વિજ્ઞાન જ એક એવું વિજ્ઞાન છે કે જે કુદરતી ભૌતિક ઘટનાઓની સાથે સાથે આધિભૌતિક (Super natural) ઘટનાઓ, સજીવ અને નિર્જીવનાં સંયોજન, ચૈતન્ય અને ભૌતિક વિજ્ઞાનને સમજાવી શકે છે. જો કે હું ભૌતિક વિજ્ઞાની નથી અને પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ વિવિધ દલીલોનું મૂલ્ય પણ આંકી શકું તેમ નથી. આમ છતાં, મારા અભિપ્રાય પ્રમાણે, જૈન દાર્શનિક વિચારોની સાથે આધુનિક વિજ્ઞાનના ખ્યાલોનો સંબંધ જોડવો એ એક ઉમદા કાર્ય છે. અલબત્ત, આ પરીક્ષણ સ્વયં એનેકાંતવાદ અને સાદ્વાદ અર્થાત્ નિરપેક્ષત્વ અને પવિત્રતાના સિદ્ધાંતો દ્વારા થવું જોઈએ. મેં આ જ પુસ્તકની પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં સૂચન કર્યું હતું કે મુનિશ્રીના ગુજરાતી અને હિન્દી ભાષામાં લખાયેલા બધા જ નિબંધોનો, વિશાળ વાચક વર્ગને માટે અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવો જોઈએ, એ પ્રમાણે તેઓના બધા જ (નવા અને જૂના) લેખોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે અને તે “scientific secrets of Jainism' નામે એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. મને એ વાતનો પણ આનંદ છે કે આ જ પુસ્તકની સંપૂર્ણ ગુજરાતી આવૃત્તિ પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થઈ રહી છે. હું તેઓને તેમના આ અગત્યના અને સમયોચિત પ્રદાન બદલ અભિનંદન આપું છું અને જૈન-જૈનેતર વૈજ્ઞાનિક સમાજને સમાન રીતે આ પુસ્તકની ભલામણ કરું છું. 12th September, 1999 Department of Statistics University of Leeds LEEDS LS2 9JT England Prof. Kanti V. Mardia Holder of the Chair of Applied Statistics and Director of Centre of Medical Imaging Research 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 368