________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણી બાજુ લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લુ (કિઅલ-સે–=ખરેષ્ઠનું ટક ૫) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્ત્વનો
-કી છે. જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરષ્ઠ ભારતવર્ષમાં થયા છે અને સં–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરચ્છે તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સં–કીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિહ્ન ઉપરથી તૈયાર કરી છે.” મારતીય લિપિઓ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને પછી એ બે લિપિઓ જ પ્રચલિત
(૩) સમવાયાં મૂત્રની રીસામાં આચાર્ય શ્રીઅભયદેવે નીચે મુજબ જણાવ્યું છે
'तथा 'बंमि' त्ति ब्राह्मी-आदिदेवस्य भगवतो दुहिता ब्राह्मी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता अक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः ।' पत्र ३६।।
આ ઉખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે બ્રાહી એટલે સરકૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ તે બ્રાહ્મી લિપિ”
() માવતીસૂત્રના નમો વંમીણ વિસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રીઅભયદેવે જણાવ્યું છે કે
‘लिपिः-पुस्तकादावक्षरविन्यासः, सा चाष्टादशप्रकाराऽपि श्रीमन्नाभेयजिनेन स्वसुताया ब्राह्मी नामिकाया दर्शिती ततो ब्राह्मीत्यभिधीयते । आह च-लेहं लिवीविहाणं, जिणेण बंभीइ दाहिणकरेणं ।' इति, अतो ब्राह्मीति स्वरूपविशेषणं लिपेरिति ।' पत्र ५।
આમાં આચાર્યશ્રી જણાવે છે કે અહીં “બ્રાહ્મી” એ નામમાં બ્રાહી આદિ અઢારે લિપિઓને સમાવેશ કરવાનો છે. સ્વતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નમસ્કાર નથી.'
[અહીં પ્રસંગેપાત જણાવવું જોઈએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિસ્મરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિક્રમની અગીઆરમી સદી પૂર્વેથઇ ચૂકયું હતું. જે તે સમયે પ્રાચીન લિપિઓના વાચકે કે જાણકાર હેત તે શ્રીમાન અભયદેવસૂરિને સમવાયાંગસૂત્રની ટીમ અઢાર લિપિઓનું વ્યાખ્યાન કરતાં “તes = દુષ્ટત્તિ = તિમ્અર્થાત આ લિપિઓનું સ્વરૂપ કયાંય જોયું જાણ્યું નથી માટે બતાવ્યું નથી એમ લખવું ન પડત. આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થે ઘટના ખાતર કરેલી ટીકામાંથી નીકળતા આશયે ઉપર ખાસ કશું જ ધોરણ રાખી ન શકાય; એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રી અભયદેવ આદિ વ્યાખ્યાકારોએ બ્રાહ્મી, ચવનાની, દેવાપુરિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વસ્તુતઃ તેમ ન હતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ બ્રાહતીપ્રધાન અઢાર લિપિઓનાં નામાનિ અથવા પ્રકારોને જ એ સંગ્રહ છે. અલબત્ત એ ખરૂ છે કે આ અઢાર નામમાં બ્રાહ્મીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવ્યો છે.
માવતીસૂત્રના આરંભમાં નો વૈમીણ વિી એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમોનું લેખન બ્રાહ્મીલિપિમાં થએલું હોઈ એની યાદગીરી તરીકે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવે છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે.] છ મહારાજા અશક પહેલાના જૈન સમવાયા કૂત્રમાં અને તે પછી રચાએલા ઢવિસ્તરમાં બ્રાહ્મી ને ખરેષ્ઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નામ મળે છે, પરંતુ તે લિપિઓના કઈ શિલાલેખે અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી પે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ બધીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અન્ન એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહ્મીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org