________________
જૈન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દનો પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઈ ગયો છે અને તેથી ૨૧કાળી મણી, લાલ મણી, સોનેરી મષી, પેરી મથી એમ દરેક સાથે “મણી’ શબ્દ પ્રયોગ થએલે આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યાં લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને ભષી-કાજળ-પ્રધાન કાળી શાહીને ઉપયોગ થતો; કાળાંતરે એ જ “ભષી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી હૈ, રૂપેરી છે કે લાલ એ દરેકમાં, રૂઢ થઈ ગયે છે. ઘણાખરા શબ્દો કે નામો માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હોય તે કાળાંતરે દ્વિરૂપ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયો (ખડી માટે), લિયાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદાજુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે ખડિયા અર્થમાં પ્રયોગ કરીએ છીએ.
મષભાજન ઉપર જણાવેલી શાહીઓ ભરવાના પાત્રનું નામ “મણીભાજન' છે. ખાસ કરી આ નામને પ્રયોગ કાળી શાહી ભરવાના પાત્ર માટે થતો. આ નામ આપણને એ માહિતી પૂરી પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તક લખવાનો રિવાજ હતું. સેનેરી આદિ શાહીઓથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “મણીભાજન’ શબ્દ “ખડિ’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાન્નીસૂત્રમાં આનું નામ વિશ્વાસ આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણા જમાનામાં કેટલીયે જાતના ખડિયાએ બને છે, પણ જૂના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણી સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહો, લેખક, વ્યાપારીઓ વગેરે પાસે જતાં જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાનામોટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકો એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; તો પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે.
ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગે તરીકે ઉપર અમે જે શાહીઓ જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સોનેરી રૂપેરી રંગ તરીકે સેનેરી રૂપેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળક વાપરવામાં આવતું હતું. પીળા અને ઘેળા
૬૧ જુઓ ટિપ્પણી ૩૦ (૪). ૬૨ રાજશ્નીયસૂત્રની ટીકામાં આચાર્ય શ્રીમલયગિરિએ ક્રિષ્પાસનનું . ૨૫ જિસ્થાન આપ્યું છે, પરંતુ પંડિતવર્ય શ્રીયુત સુખલાલજીનું કહેવું છે કે સિક્વારા એ નામ સં. શ્વાસન ઉપરથી બન્યું હોવું જોઈએ. અર્થનું અનુસંધાન અને યેગ્યતા વિચારતાં આ કલ્પના વધારે સંગત જણાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org