Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 107
________________ ૯૬ જૈન ચિત્રકલ્પદ્રુમ ભરની પ્રજા અને સંપ્રદાયો સાથે હળતાભળતા હોઈ તેમને દેશસમગ્રના સાહિત્યની આવશ્યકતા પડતી. કેટલીકવાર એ આવશ્યકતા તુલના માટે હોતી તે કેટલીકવાર સમાચના માટે કેટલીકવાર વાદવિવાદ માટે તે કેટલીકવાર તે તે ધર્મ અને સંપ્રદાયની ખામીઓ દેખાડી પોતાના ધર્મનું મહત્વ સ્થાપવા માટે, કેટલીકવાર પિતાનાં મંતવ્યોને પિષવા માટે તે કેટલીકવાર પોતાના મંતવ્યોની સ્પર્ધા માટે, કેટલીકવાર વિશિષ્ટ તને ઉકેલ કરવા માટે તે કેટલીકવાર તે તે ધર્મનું વસ્તુસ્વરૂપ સમજવા માટે,–એમ અનેક કારણસર દેશભરનું સાહિત્ય એકત્રિત કરવામાં આવતું હતું. દેશસમગ્રમાં સદાને માટે પાદચારી જૈનશ્રમણએ દેશવિદેશમાં પરિભ્રમણ કરતાં ક્યાંથી જે મળે તે વ્યાકરણ, કાવ્ય, કેષ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, લક્ષણશાસ્ત્ર, દાર્શનિક વગેરે વિષયક સમગ્ર સાહિત્યને સંગ્રહ કરવા તનતોડ પ્રયત્નો સેવ્યા છે, એટલું જ નહિ પણ તદુપરાંત તેઓ, પારસ્પરિક ધામિક સ્પર્ધા–સાઠમારી અને ખંડનમંડનના યુગમાં દેશવિદેશમાં નિર્માણ થતા વિવિધ સાહિત્યને અનેક જહેમત ઉઠાવી અત્યંત નિપુણતાથી તરત જ મેળવી લેતા અને તેની નકલો તેના નિષ્ણાત આચાર્યાદિને એકદમ પહોંચાડી દેતા. એ જ કારણને લીધે આજના શીર્ણવિશીર્ણ, નષ્ટભ્રષ્ટ અને વેરણછેરણ થઈ ગએલા જૈન જ્ઞાનભંડારમાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈન શ્રમણોની પેઠે આટલા મોટા પાયા ઉપર ભારતીય વિવિધ સાહિત્યને સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઈ ભારતીય જૈનેતર સંપ્રદાય કર્યો હશે.૧૧૩ આજના જૈનેતર પ્રજાના જ્ઞાનભંડારમાં એ પ્રજાએ પિતે લખાવેલા જૈન ગ્રંથની નકલ ભાગ્યે જ મળશે, એટલું જ નહિ પણ એમના પિતાના સંપ્રદાયનાં ભગવદગીતા, ઉપનિષદો અને વેદે જેવા માન્ય ગ્રંથોની પ્રાચીન પ્રતિ પણ ભાગ્યે જ મળશે; જ્યારે જૈન જ્ઞાનભંડારમાં સંપ્રદાયાંતરના એવા સેંકડો ગ્રંથે વતમાન છે જેની બીજી નકલ તે તે સંપ્રદાયના અનુયાયીઓના જ્ઞાનસંગ્રહોમાં પણ કદાચ ન મળી શકે. આ ઉપરથી સમજી શકાશે કે જૈન જ્ઞાનભંડાર એ માત્ર લૂખી અને જડ સાંપ્રદાયિક્તાના વાડામાં પુરાઈને લખાવવામાં કે સંગ્રહવામાં નહોતા આવતા, પરંતુ એ માટે વિજ્ઞાનદષ્ટિ, કળાદષ્ટિ અને સાહિત્યદૃષ્ટિ પણ નજર સામે રાખવામાં આવતી હતી. વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડારે જૈન જ્ઞાનભંડારો વિષે આટલી ખાસ હકીકત ખેંચ્યા પછી આજે પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર કયે કયે ઠેકાણે વિદ્યમાન છે એની અહીં ટ્રકી યાદી આપવી વધારે ઉપયોગી થઈ પડશે. સામાન્ય રીતે જૈન પ્રજાની વસતીવાળાં નાનાંમોટાં સેંકડે ગામોમાં એની અસ્મિતા નીચે નાને માટે પુસ્તક સંગ્રહ હોય જ છે; એ બધાની નેંધ આપવી શક્ય નથી, એટલે જુદા જુદા પ્રાંતમાનાં ખાસખાસ નગરોના જે વિશાળ અને મશદર જ્ઞાનભંડારો અમારા ધ્યાનમાં છે તેની જ યથાશક્ય યાદી અહી આપવામાં આવે છે: ૧૧૩ નાલંદીય બ્રાદ્ધ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓને પુસ્તકસંગ્રહાદિને લક્ષીને અમારું આ કથન નથી. એવા વિશાળ અને સર્વદેશીય ગ્રંથાલયમાં સર્વે દર્શનના અને સર્વ વિષયના ગ્રંથને સંગ્રહ છે એ અનિવાર્ય વસ્તુ છે. એટલે અમારું આ કથન આમ જનતાને લક્ષીને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158