________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા સી.ડી. દલાલ, પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડીઆ આદિથી સંપાદિત પ્રાચીન જ્ઞાનભંડારના રીપોર્ટ વગેરે જેવા ભલામણ છે. અહીં અમે એક વાત ઉમેરીએ છીએ કે ધનાઢય લોકેએ મોટા પાયા ઉપર જે જ્ઞાનસંગ્રહો લખાવ્યા છે એ ઘણું જ મહત્ત્વના અને કિંમતી છે એમાં જરા યે શક નથી; તેમ છતાં શાસ્ત્રલેખનના કાર્યમાં સાધારણ ગણાતી વ્યક્તિઓએ આપેલો નજીવા જેવું જણાતો ફાળો પણ જેવોતે કે ઉપેક્ષા કરવા જેવો નથી.
લિખિત પુસ્તકના અંતમાં પ્રશસ્તિઓ લિખિત પુસ્તકોના અંતમાં તેના લખાવનારાઓની પ્રશસ્તિઓ લખવામાં આવતી. એ પુસ્તકો લખાવનાર પછી ભલે મોટામાં મોટા ધનાઢય હોય કે સાધારણમાં સાધારણ વ્યક્તિ હોય, એ પુસ્તક લખાવનારે ચહાય તો મહાનમાં મહાન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કરાવ્યો હોય કે એક જ પુસ્તક લખાવ્યું હોય, એ દરેકની પ્રશસ્તિ તે લખવામાં આવતી જ. આ પ્રશસ્તિઓમાં પુસ્તક લખાવનારના પૂર્વજો, માતા-પિતા-બહેન-ભાઈ-પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવાર, તે સમયના રાજા, પુસ્તક લખાવનારે કરેલાં ધાર્મિક સત્કાર્યો, એના કુળગુરુ અને ઉપદેશક ધર્મગુરુ, પુસ્તક લખાવવાનું નિમિત્ત-કારણ, પુસ્તકલેખન નિમિત્તે કરેલ ધનવ્યય, જ્ઞાનભંડારે અગર પુસ્તકે જ્યાં જ્યાં ભેટ આપ્યાં હોય તે આદિ અનેક બાબતોને ઉલ્લેખ કરવામાં આવતા હતા. આ પ્રશસ્તિઓ લખવામાં જ્ઞાનભક્તિ કરતાં કેટલીકવાર કીર્તિલાલસાનું પલ્લું વધારે નમી પડતું. એ ગમે તેમ હો, છતાં આ જાતની પ્રશસ્તિઓ લખવાની પદ્ધતિને પરિણામે એમાંથી આપણને ઘણીએકવાર અમૂલ્ય મહત્વની ઐતિહાસિક હકીકતો અને નોંધે સાંપડી જાય છે. તેમજ આ પ્રશસ્તિલેખનની પદ્ધતિને પરિણામે હજાર પુસ્તક અને સંખ્યાબંધ જ્ઞાનભંડારનો વધારો થઈ શકે છે એ નાનોસૂનો લાભ નથી. આ પ્રશસ્તિઓ કેટલીકવાર સંસ્કૃત પાબંધ પણ હોય છે અને કેટલીકવાર સંસ્કૃત ગદ્યબંધ પણ હોય છે. કેટલીકવાર એના લોક વગેરેની રચના સુંદર હોય છે અને કેટલીકવાર એ સાધારણ પણ હોય છે. કેટલીકવાર આ પ્રશસ્તિઓ સંસ્કૃત-ગુજરાતી-મારવાડી મિશ્રિત ભાષામાં પણ લખાએલી જોવામાં આવે છે.૧૧૧
જે શ્રેમણે પિતાની માલિકીનાં પુસ્તક જ્ઞાનભંડારમાં મૂકતા તેઓ પણ તેના અંતમાં પિતાની પ્રશસ્તિ લખતા. તેમજ જે લોકે પુસ્તકોને વેચાતાં લઈ જૈન શ્રમણોને આપતા તેઓ પણ પિતાની પ્રશસ્તિઓ લખાવતા.૧૨ તાનભંડારે માટે પુસ્તકલેખન અને સંગ્રહ ઉપર અમે જ્ઞાનભંડારા લખાવવાની જે વાત કરી ગયા, એ જ્ઞાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ જ્ઞાનભંડારોમાં માત્ર જૈન ધર્મને જ ગ્રંથ લખાવાતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈનશ્રમણો દેશભરમાં ઘૂમનાર હોવા ઉપરાંત દેશ
૧૧૧ આ પ્રશસ્તિઓના નમૂના જેવા ઈચ્છનારે 3. પીટર્સન, ડે. બુહર, સી.ડી. દલાલ વગેરેને રીપે જેવા ११२ 'औपपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां प्रदत्ता। तैःप्रपालके ક્ષિતા
-ताडपत्रीय प्रति लींबडी ज्ञानभंडार.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org