________________
૧૦૦
જૈન ચિત્રકલ્પદ્રુમ હોય છે. ખાસ કરીને લાંબાં તાડપત્રીય પુસ્તક સાથે લાકડાની પાટીઓ જ હોય છે. આ પાટીઓ ઘણી વાર સાદી જ હતી અને ઘણી વાર એ પાટીઓને જૈન તીર્થકરોનાં પંચ કલ્યાણક, તેમના પૂર્વજન્મના જીવનપ્રસંગે નેમિનાથનો વિવાહ, પ્રાચીન મહાપુરુષો કે ચાયના જીવનપ્રસંગે. તેમની ઉપદેશ આપવાની શૈલી વગેરેનાં અનેક ભાવવાહી સુંદર ચિત્રોથી વિભૂષિત કરવામાં પણ આવતી. કેટલીક વાર નાના બાપની તાડપત્રીય પ્રતોની આસપાસ લાકડાની પાટીઓને બદલે કાગળ ચોડીને બનાવેલી પાટીઓ અને કાગળના અર્ધચોખંડા દાબડાઓ પણ રાખવામાં આવતા.
કાગળનાં પુસ્તકોની આસપાસ પણ ક્યારેક ક્યારેક ચૌદ સ્વપ્ન, અષ્ટમંગળ, નેમિનાથની જાન, સમવસરણ વગેરે ચીતરેલી તેમજ સાદી લાકડાની રંગીન પાટીઓ મૂકવામાં આવતી તેમ છતાં મોટે ભાગે એ પુસ્તકે માટે કાગળનાં પૂઠાને ઉપગ જે વધારે પ્રમાણમાં કરાયો છે. આ પૂઠા ઉપર કેટલાક વાર સાદા તેમજ રેશમી, સોનેરી, પેરી વગેરે ભરત ભરેલાં રેશમી કિમતી કપડા ચાડવામાં આવતાં કેટલીક વાર એ પૂઠાં ઉપર સોનેરી રૂપેરી આદિ રંગથી વેલ વગેરે ચીતરવા ઉપરાંત એના ઉપર ધાર્મિક પ્રસંગસૂચક મહત્ત્વની ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવતા જુઓ ચિત્રન. ૨૦માં આ. નં. ૧-૨-૩-૫-૬); કેટલીક વાર એના ઉપર અજાયબી ઉત્પન્ન કરે તેવી વાંસની સળીઓની તેમજ કાચનાં કીડી વગેરેની ગુંથેલી જાળીઓ લગાવવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૨૦માં આ. નં. ૪-૮); કેટલીક વાર કાગળના ઝીણા કાતરકામ નીચે આશ્ચર્ય પમાડે તેવી રીતે રંગવરંગી રેશમી કે સુતરાઉ કપડાના ટુકડાઓને ચડી ભાત પાડતા (જુઓ ચિત્ર નં. ૨૦માં . નં. ૬): કેટલીક વાર એ પૂઠાં ઉપર ચામડું મઢીને તેના ઉપર પણ ભાત પાડવામાં આવતી અને કેટલીકવાર સાદાં ખાદીનાં સુતરાઉ કપડાં પણ મઢવામાં આવતા. આ પ્રમાણે કાગળનાં પુસ્તકની આસપાસ રાખવાનાં પાઠાં અને પૂઠાંમાં તેના બનાવનારાઓ પિતાનું કલાકૌશલ્ય તેમજ જ્ઞાન પ્રત્યેની પોતાની ભક્તિભરી લાગણને અનેક રીતે પ્રગટ કરતા.
પુસ્તક બાંધવા માટેની પાટીઓ તે સામાન્યરીતે એકવડી જ રહેતી; પણ જ્યારે એ પુસ્તકને વાંચવાના કામમાં લેવું હોય ત્યારે તેને રાખવા માટેના પૂઠા દેઢિયાં, બેવડા કે અઢિયાં બનાવવામાં આવતાં, જેથી એની બેવડમાં દબાએલું પુસ્તક અથવા પુસ્તકનાં પાના હવાથી ઊડવા ન પામે તેમજ તેને ઉપાડતાં તે એકાએક નીકળી કે પડી ન જાય. કેટલીકવાર દેઢિયા પાઠમાં મૂકેલાં પાનાં બરાબર દાબમાં રહે એ માટે તેના ઉપર બેરિયા વાળી રેશમી કે સુતરાઉ પાટીને નાડાની જેમ બાંધી રાખવામાં આવતી, જેથી પાઠાંના ખુલ્લા રહેતા મોઢાને બરિયું ખેસવી દબાવી દેવામાં આવતું. આ દોઢિયાં. બેવડાં આદિ પૂઠાને “પાઠાં” તરીકે ઓળખવામાં આવતા.
ઉપર જણાવ્યા મુજબ અનેક જાતનાં પાટી-પાઠાં-પૂબંને ઉપયોગ, પુસ્તક સુરક્ષિત રહી શકે, બરાબર બંધાઈ શકે, વાંચવામાં સુગમતા રહે, તેનાં પાનાં એકાએક ઊંડી. વળી કે પડી જાય નહિ તેમજ પુસ્તકને ભેજ આદિની અસર ન થાય એ માટે કરવામાં આવતે-આવે છે.
બંધન પુસ્તકે ચાલું વાંચવાનાં હોય કે ભંડારમાં મૂકવાનાં હોય, પણ એ બધાંયને બહારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org