________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૦૩ સેંધવામાં આવતા. આ નંબરે ઘણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થકરે, વીસ વિહરમાન તીર્થકરે, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામોનો પણ નિર્દેશ કરવામાં આવતો હતે. દા.ત. જૈન ચોવીસ તીર્થંકરેનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જૈન જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર ઋષભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજ ઉપર સંભવનાથ થાવત્ વીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારદાબડાઓ હોય ત્યારે વીસ વિહરમાન તીર્થંકરોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવતું. આ પ્રમાણે દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થકર આદિન વિશેષ નામો પણ લખવામાં આવતાં.
પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે પોથીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મોટી મેટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પિથી-દાબડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટ અથવા ખાનાંવાળાં ભંડકિયાં બનાવવામાં આવતાં હતાં. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પરારા કરતાં આ કબાટ અને ભંડકિયાં વધારે અનુકૂળ રહેતાં. પાટણ વગેરે કેટલાં યે સ્થળોના પ્રાચીન ભંડારોને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાં યે સ્થળના ભંડારને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારે રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીને આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મોટું હોય છે. પટારાને પટારા અને મજૂસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાને ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટને ભંડકિયાં કહેવામાં આવે છે.
જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોની ટીપ એટલેકે પુસ્તકોની યાદી કેવા ૫માં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી. તેમ છતાં લગભગ બસે-ત્રણસો વર્ષ પહેલાંની જે પ્રાચીન ટીપે જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટી થાય છે, અર્થાત્ એમાં જેમ દાબડાને નંબર, પ્રતનો નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાસંવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે,–તેવી નહેતી જ થતી. એ ટીપમાં માત્ર દાબડે, પ્રતને નંબર. ગ્રંથનામ, પત્રસંખ્યા અને કઈ કઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નોંધવામાં આવતું. અહીં એક વાત સ્પષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ ટીપે થાય છે તેવી ટીપે જૂના જમાનામાં નહિં જ થતી હોય અથવા આ જાતને કોઈને સર્વથા ખ્યાલ સરખો યે નહિ હોય એમ માનવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org