________________
૧૧૮
જૈન ચિત્રકલ્પમ વાર્તિક, ટિપ્પનક, અવચૂરિ, અવચૂર્ણ, વિષમપદવ્યાખ્યા, વિષમપદપર્યાય આદિ નામ આપવામાં આવે છે. ૧૦ જૈન આગમ વગેરે ઉપર લખાતા ચાલ ગુજરાતી. મારવાડી, હિન્દી વગેરે ભાષાના અનુવાદને સ્તબક . બો” કે “બાઈ નામથી ઓળખવામાં આવે છે. ૧૧ જૈન મૂળ આગમની ગાથાબદ્ધ વિષયાનુક્રમણિકાને તેમજ સંક્ષિપ્ત વિષયવર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને કેટલીક વાર પ્રાકૃતસંસ્કૃત મિશ્રિત સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી' નામ આપવામાં આવે છે.
ઉપસંહાર પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના થતાંબર અને દિગંબર એ બે પ્રધાન અને આદરણીય વિભાગે પૈકી શ્વેતાંબર વિભાગને લક્ષીને જ લખવામાં આવ્યો છે. અમારી આંતરિક ઈચ્છા હતી કે પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના અને માન્ય વિભાગને અનુલક્ષીને લખાય, પરંતુ અમારી પાસે દિગંબરીય લેખનવિભાગને લગતી જોઈએ તેટલી સાધનસામગ્રી હાજર ન હોવાને લીધે અમે અમારી એ ઈચ્છાને પાર પાડી શક્યા નથી, એ માટે અમે અતિ દિલગીર છીએ. અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે દિગંબર જૈન સંસ્કૃતિએ લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં કેટલી યે નવીનતા આણેલી છે એટલે એને લગતા ઉલ્લેખ અને પરિચયના અભાવમાં અમારો પ્રસ્તુત નિબંધ અપૂર્ણ જ છે. અમારો દઢ સંકલ્પ છે કે ભાવિમાં તાંબર અને દિગંબર ઉભય જૈન સંસ્કૃતિને અનુલક્ષીને જૈન લેખનકળા’ વિષયક સગપૂર્ણ નવીન નિબંધ લખવે. જે પ્રસંગ મળશે અને ભાવી હશે તે જરૂર અમે અમારી આ ઈચ્છાને પાર પાડીશું, એટલું કહી અમે અમારા જૈન લેખનકળા’ વિષયક આ નિબંધને સમાપ્ત કરીએ છીએ.
| ગતિ ચાલૂઝિવવનમ.I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org