________________
૧૧૬
જૈન ચિત્રકલ્પદ્રુમ जलाद् रक्षेत् स्थलाद् रक्षेत् , रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥ उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परिपालयेत् ।।
આ સિવાય જ્ઞાનભંડારને રાખવાનાં સ્થાને ભેજરહિત હોવાં જોઈએ એ કહેવાની જરૂરત ન જ હોય. જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તકો અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષેનો ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારોની રક્ષા માટે જૈન સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી' કહેવાય છે તેની,–જે પેજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે.
જૈન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહાતમ્ય દરેક મહિનાની શુક્લ પંચમી કરતાં વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારમાં પેસી ગએલી ડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકેને નુકસાન ન પહોંચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચોમાસાની ઋતુમાં જ્ઞાનભંડારને,–ભેજવાળી હવા ન લાગે એ માટે, બંધબારણે રાખેલા હોઈ તેની આસપાસ વળેલ ધૂળકચરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘડાવજ આદિની પોટલીઓ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવા કે બદલવાં જોઈએ. આ બધું કરવા માટે સૌથી વધારે અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક મહિને ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યને તીખો તાપ હોવા ઉપરાંત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરચાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવું કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય–જાણી કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભો આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી એનું માહાસ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ-સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી જૈન જનતા પણ તે દિવસને માટે પિતાના સંપૂર્ણ ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશય આહારદિકને નિયમ, પૌષધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવાં સાધને પણ હાજર થવા લાગ્યાં. જે ઉદ્દેશથી ઉક્ત, પર્વનું માહાસ્ય વર્ણવવામાં આવ્યું છે એને તો આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાં કચરો વાળી સાફ કરે, પુસ્તકને તડકે દેખાડે, બગડી કે ચુંટી ગએલાં પુસ્તકે સુધારવાં, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘડાવેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org