________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૧૧૫
કે મજબૂત બંધાએલાં પુસ્તકામાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદ્દિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઇએ અને બહાર રાખેલાં પાનાંને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઇએ. ચામાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જૈન જ્ઞાનભંડારા એકાએક ઉઘાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે.
ચાંટી જતાં પુસ્તક માટે
કેટલાંક હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં,—શાહી બનાવનારની અણુસમજ અથવા બિનકાળજીને લીધે,——ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના ચાંટી જવાના ભય રહે છે. આવે પ્રસંગે એવા પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવા-ભભરાવવા, જેથી તે ચોંટશે નહિ. ચેટી ગએલાં પુસ્તક માટે
કેટલાંક પુસ્તકને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચોંટીને રાટલા જેવાં થઇ જાય છે. તેવાં પુસ્તકોને ઉખેડવા માટે પાણીઆરામાંની હવાવાળી સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યાં બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી ચોંટી ગએલા પુસ્તકનાં પાનાંને ધીરેધીરે ઉખેડવાં, જો પુસ્તક વધારેપડતું ચોંટી ગયું હાય તા તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, પણ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે જ્યારે ચામાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતા હેાય ત્યારે ચોંટી ગએલા પુસ્તકને ભેજ લાગે તેમ મકાનમાં ખુલ્લું મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું. ઉખેડવા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવા. આ ઉપાય કાગળનાં પુસ્તકો માટે છે. તાડપત્રીય પુસ્તક ચોંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમજેમ પાનાં હવાતાં જાય તેમતેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હાઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરા ભૂસાઇ જવાના કે ખરાબ થવાનો ભય હોતા નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઇએ નહિ. આ પાનાં ઉખેડતાં તેની શ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચેટીને તૂટી ન જાય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્ત્વ ઊડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઇ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એવા સંભવ નથી. પુસ્તકની રક્ષા અને લેખકે
પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકોએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જુદીજુદી જાતના સંસ્કૃત શ્લોકા લખેલા હોય છે, જે ઉપયાગી હાઈ અહીં આપવામાં આવે છેઃ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org