________________
૧૧૪
જૈન ચિત્રકલ્પદ્રુમ કિંમતી મજબૂત, કલામય અને સારામાં સારું બનાવતા હતા. એ અમે ઉપર તે તે પ્રસંગે જણાવવા
છતાં પ્રસંગોપાત ફરી પણ જણાવીએ છીએ. ઉદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ, જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકને ઘણા વખત સુધી હેરફેર કરવામાં ન આવે તે સમયે તેની આસપાસ ધૂળચરે વળતાં અથવા તેને બહારના કુદરતી વિષમ વાતાવરણની અસર લાગતાં તેમાં સ્વાભાવિક રીતે જ ઉધેઈ, વાંતરી, કંસારી વગેરે ની ઉત્પત્તિ થઈ જાય છે, જે પુસ્તકને કાણાં કરી નાખે છે અને ખાઈ જાય છે. આ બધાં જીવજંતુથી પુસ્તકેને બચાવવા માટે તેમાં ઘોડાવજના ભૂકાની પિોટલીઓ કે એના નાનાનાના ટુકડાઓ મૂકવામાં આવતા અથવા કપૂર વગેરે મૂકવામાં આવતું, જેની ગંધથી પુસ્તકમાં જીવાત પડતી નથી. ઘોડાવજનું સં. નામ રાધા છે. આ વસ્તુમાં તેલને ભાગ હોય છે એટલે સીધી રીતે જ જે આના ભૂકાની પિટલીઓને પુસ્તક ઉપર મૂકવામાં આવે તો તેથી પુસ્તક ચિકાશવાળું અને કાળાશપડતું થઈ જાય છે. આજકાલ જેમ પુસ્તકમાં જીવાતો ન પડે એ માટે ફિનાઈલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જૈન જ્ઞાનભંડારોમાં એ માટે ઘોડાવજ વગેરેને ઉપયોગ કરતા અને અત્યારે પણ કરવામાં આવે છે.
ઉંદર આદિથી પુસ્તકની રક્ષા કરવા માટે પુસ્તક રાખવાના પેટી-પટારા, કબાટ, દાબડા આદિ એવા મજબૂત અને પંક રહેતા કે જેમાં એ પ્રવેશ કરી શકે નહિ. મહારનું કુદરતી ગરમ અને શરદ વાતાવરણ બહારના કુદરતી વાતાવરણમાં અમે તડકે અને શરદી બંનેને સમાવેશ કરીએ છીએ. આ બંનેથી પુસ્તકોને શી શી અસર થાય છે અને તે બદલ શું કરવું જોઈએ એ અહીં જણાવીએ છીએ.
પુસ્તકનું તડકાથી રક્ષણ પૂર્વે એકવાર અમે નિર્દેશ કરી ચૂક્યા છીએ કે પુસ્તકોને સીધી રીતે તડકામાં મૂકવાથી એ કાળાં અને નિ:સત્વ બની જાય છે તેમ વળી પણ જાય છે, અને ફરીથી પણ એ વાતનું પુનરાવર્તન કરી જણાવીએ છીએ કે પુસ્તકોને કયારેય પણ સીધા તડકામાં ન મૂકવાં. પુસ્તકમાં ચેમાસાની શરદી પેસી ગઈ હોય અને તેના ચેટી જવાનો ભય રહેતું હોય તે તેને ગરમ વાતાવરણની અસર થાય તેમ છુટાં કરી છાંયડામાં મૂકવાં, પણ તડકામાં તે હરગિઝ ન મૂકવાં. તડકાની પુસ્તક ઉપર શી અસર થાય છે એને અનુભવ મેળવવા ઈચ્છનારે આપણાં ચાલુ પુસ્તકને તડકામાં મૂકી જેવાં, જેથી ખ્યાલ આવી શકશે કે એની કેવી ખરાબ દશા થાય છે.
પુસ્તકોનું શરદીથી રક્ષણ ' હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતે હૈઈ ચોમાસાની ઋતુમાં વરસાદની જલમિશ્રિત શરદી-ભેજવાળી હવા લાગતાં તે ચોંટી જાય છે. એ શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે પુસ્તકોને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન લેખકવર્ગમાં અથવા જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “પુસ્તકને શત્રુની પેઠે મજબૂત જકડીને બાંધવા. આને આશય એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org