________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૧૦૧ સૂકા કે ભાના વાતાવરણની અસર ન થાય, એ પુસ્તકો મેલાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકોને બંધન બાંધવામાં આવતાં. આ બંધને સામાન્યરીતે સુતરાઉ જ હતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પસત્રાદિ જેવાં શાસ્ત્રો માટેનાં બંધને રેશમી હતાં. દાબડા ઉપર અને તાડપત્રીય પોથીઓ ઉપર બાંધવાનાં બંધને જાડા ખાદીના કપડાનાં બનતાં. મુખ્યત્વે કરીને એ એકવડાં જ હતાં, તેમ છતાં ઘણીવાર એ બેવડા ખાદીના કપડાનાં પણ થતાં અને કેટલીકવાર ખાદી અને મશરૂનાં કપડાંને બેવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં
પાટી-પટ્ટી પુસ્તકની પોથીઓ, દાબડા આદિ ઉપર બાંધેલાં બંધનો થ્થો ન પડી જાય એ માટે તેના ઉપર એક-સવા આગળ પહેળી પાટી–પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પણ હતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાર્ટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાઓ સુંદર દુહાઓ, પદ્ય, પાટી-પટ્ટીના માલિકનાં નામો વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણ ઘણે ઠેકાણે જોવામાં આવે છે.
દાબડાઓ પુસ્તક રાખવા માટેના દાબડાઓ લાકડાના, કાગળના તેમજ ચામડાના બનાવવામાં આવતા હતા. એ બધાને અહીં ટૂંક પરિચય આપવામાં આવે છે
લાકડાના દાબડાઓ લાકડાના દાબડાઓની બનાવટથી તે આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકાલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ફર્નિચરને પોલિશ કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને જીવાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે ફાટી ન જાય એ માટે ચંદ્રને રોગાન તેમજ તેનાથી મિશ્રિત રંગ લગાવવામાં આવતા હતા અને એ જ રીતે આપણા પુસ્તક ભરવાના ડંખ્યાઓ માટે અખત્યાર કરવામાં આવી છે. આ રંગ દાબડાઓના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે.
કાગળના દાબડાઓ નકામાં પડી રહેતા કાગળને ઉપરાઉપરી ચોડીને અથવા એ કાગળોને કૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થો ભેળવી એ કૂટાના સુંદર સફાઈદાર દાબડાઓ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રગાન મિશ્રત રંગે ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વન, અષ્ટમગલ, નેમિનાથની જાન, તે તે સમયના વર્તમાન આચાર્યોની ધર્મદેશના, તીર્થકરનાં કલ્યાણ અને જીવન પ્રસંગે વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગોનાં સુંદર ભાવવાહી ચિત્રો ચીતરવામાં આવતાં. (જાઓ ચિત્ર નં. ૮ આ. નરે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org