________________
૧૧૦
જૈન ચિત્રકલ્પદ્રુમ વગેરેની વજનદાર મૂર્તિઓને એકાએક સ્થાનાંતર કરવામાં મુશ્કેલીભર્યો પ્રશ્ન હોઈ તેનું ગોપનસંતાડવું નજીકના સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હેવાથી તેને માટે ગુપ્ત સ્થાન જવાની ફરજ પડી હતી; જ્યારે જ્ઞાનભંડારે રાખવાને સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત્ તેને સ્થાનાંતર કરવામાં ખાસ કશો મુશ્કેલીભર્યો પ્રશ્ન નહિ હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાનો રચવાની આવશ્યક્તા સ્વીકારાઈ નથી. તેમ છતાં એમ માનવાને કશું જ કારણ નથી કે જ્ઞાનભંડારને સુરક્ષિત રાખવા માટે તેવી કશી યોજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણ રૂપે આપણી સમક્ષ જેસલમેરને કિલ્લો વિદ્યમાન છે, જેમાં ત્યાંના તાડપત્રીય જ્ઞાનભંડારને, સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ચિત્તોડમાંના ગુપ્ત સ્તંભને ઔષધીઓની મદદથી ઉઘાડી તેમાંથી કેટલાંક મંત્રાસ્નાયનાં ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને એ સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયો. આવાં –બહુપી બજાર અને મૃગલેચના નવલકથામાં વર્ણવાએલાં તિલસ્માતી મકાને જેવાં,–ગુપ્ત સ્તંભો કે મકાને, એ ઇરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તક માટે ભલે આવશ્યક હોય, પણ સાર્વજનિક પુસ્તક માટે એવાં મકાને ઉપયોગી ન જ હોઈ શકે. વાચની બેદરકારી અને આશાતનાની ભાવના પુસ્તકરક્ષણના સંબંધમાં જૈન સંસ્કૃતિએ પોતાના અનુયાયી વર્ગમાં સૌ કરતાં વધારે મહત્ત્વની આશાતના’ની ભાવના જાગૃત કરી છે, જેના પ્રતાપે એ સંસ્કૃતિના પ્રત્યેક અનુયાયીને સ્વદર્શનનાં– જૈન ધર્મનાં ધર્મશાસ્ત્ર પ્રત્યે જેટલા આદરથી વર્તવાનું હોય છે તેટલા જ બહુમાનથી પરદર્શનના -જૈનેતર સંપ્રદાયના ધર્મગ્રંથે પ્રત્યે પણ વર્તવાનું હોય છે; એટલું જ નહિ પરંતુ એક સાધારણમાં સાધારણ ચરાની ટોપલીને શરણુ કરવા લાયક લખેલા કાગળના ટુકડા પ્રત્યે પણ એ રીતે રહેવાનું હોય છે. આ કારણથી ઉપરોક્ત પુસ્તક દિને થુંક વગેરે અપવિત્ર વસ્તુ, પગની ઠેકર આદિ ન લાગવા દેવા તેમજ એ પુસ્તકાદિને નુકસાન પહોંચે યા અપમાન થાય એ રીતે અપવિત્ર કે ધૂળવાળા સ્થાનમાં ન નાખવા ચીવટ રાખવાનું કહેવામાં આવે છે. જગતના સત્યજ્ઞાનનો અથવા પૂર્ણજ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે મનુષ્યને જગતનો સમગ્ર સાહિત્યખજાને મદદગાર થઈ શકે છે એમ જૈન દર્શન માનતું૧૨૯ હેઈ પ્રમાદ કે દ્વેષને વશ થઈ કઈ પણ ધર્મ
१२५ (क) तर्कव्याकरणाद्या,विद्यानभवन्तिधर्मशास्त्राणिानिगदन्त्यविदितजिनमतमितिजडमतयोजनाःकेऽपि॥८५।।
मिथ्यादृष्टिश्रुतमपि,सदृष्टिपरिग्रहात् समीचीनम्। किंकाञ्चनं न कनं, रसानुविद्रं भवति ताम्रम् ?||८|| व्याकरणालङ्कारच्छन्दःप्रमुखंजिनोदितंमुख्यम् । सुगतादिमतमपिस्यात् ,स्यादईस्वमतमकलङ्कम्।।९१।। मुनिमतमपि विज्ञातं, न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्व ज्ञातव्यं, कर्त्तव्यं न त्वकर्त्तव्यम् ॥१२॥ विज्ञाय किमपि हेय, किञ्चिदुपादेयमपरमपि हृद्यम् । तनिखिलं खलु लेख्यं, ज्ञेयं सर्वज्ञमतविज्ञैः।।९३।।
-दानादिप्रकरणं सूराचार्षीयं, पञ्चमोऽवसरः (ख) 'व्याकरणच्छन्दोऽलंकृतिनाटककाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानं ॥४४॥
–નિનામતવન નિગમીય (પંદરમી શતાબ્દી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org