Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૧૧ ગ્રંથાદિ પ્રત્યે બેદરકારીથી કે અપમાનભરી રીતે વર્તવામાં આવે ત્યાં તેને નાશ થતે જોવામાં કે ઈચ્છવામાં આવે છે તેમ કરનાર વ્યક્તિ જ્ઞાનની “આશાતના'ની ભાગીદાર મનાય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જાતની આશાતના કરનાર ભાવી જન્માંતરોમાં અને કેટલીક વાર વર્તમાન જન્મમાં પણ જ્ઞાન, બુદ્ધિ, વિચારશક્તિ, દેહારોગ્ય વગેરેથી વંચિત થાય છે. માત્ર જ્ઞાન પ્રત્યે જ નહિ, પણ એને લગતા નાનામેટા દરેક સાધન--અર્થાત ખડિયો, લેખણ, કાંબી, આંકણું, કરાં પાનાં, ઓળિયાં, બંધન, પાઠાં, દાબડા, સાંપડા વગેરે પ્રત્યે તેમજ જ્ઞાનવાન વિદ્વાને પ્રત્યે અપમાનભરી લાગણી પ્રગટ કરનાર વ્યક્તિ પણ ઉપરોક્ત આશાતના તેમજ તેના પરિણામે પ્રાપ્ત થતાં કર્મફળોની ભાગીદાર થાય૧૩૦ છે. જગત સમગ્નના ધર્મગ્રંથે, તેનાં સાધનો અને જ્ઞાનવાન વિદ્વાને તરફ આટલી આદરવૃત્તિ અને સમભાવનાને ઉદાર આદર્શ જૈન દર્શન સિવાય દુનિયાના કોઈ સંપ્રદાયે ભાગ્યે જ પ્રગટ કર્યો હશે. જૈન સંસ્કૃતિઓ ઉત્પન્ન કરેલી આશાતનાની એ ભાવનાને પરિણામે એ સંસ્કૃતિના અનુયાયી વર્ગે એથી બચવા માટે અનેક નિયમો અને સાધને ઉત્પન્ન કર્યા
१३० (क) 'नाणोवगरणभूआण कवलिआफलयपुत्थयाईणं । आसायणा कया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥८॥
__ --सोमसूरिकृता पर्यन्ताराधना (4) “જ્ઞાનાચારિ પુરતક પુસ્તિકા સંપુટ સંપુટિકા ટીપણાં કબલી ઉતરી ઠવણ પહો દી પ્રકૃતિ જ્ઞાનેપકરણ અવજ્ઞા, અકાલિ પઠન, અતિચાર, વિપરત કથતુ ઉસૂત્ર પ્રરૂપણ અશ્રધાન પ્રતિક આલેયછું.
– આરાધના ૧૩૩૦માં લખેલી તાડપત્રી પ્રતિમાંથી. ' (૧) જ્ઞાનાચાર કાલવેલા પઢિઉ ગુણિઉ વિનયહીનું બહુમાનહીન ઉપધાનહીન ગુનિન્હવું અનેરા કન્ડઈ પઢિ અનેરઉ કહિઉ વ્યંજનકુટ અક્ષરકૂટ કાઈ માત્રઈ આગલઉ છઉ દેવવંદણઈ પડિકમઈ સઝાઓ કરતાં ભણતાં ગુણતાં હુ હુઈ, અર્થક્ટ તદુભયફૂટ જ્ઞાનેપકરણ પાટી પિથી ઠમણી કમલી સાંપડા સાંપડી પ્રતિ આસાતને પશુ લાગઉ શુક લાગઉ પઢતાં ગુણતાં પ્રવુ મચ્છર અંતરાઈ હુ કીધઉં હુઈ ભવસઘલાહઇમાંહિ તેહ મિચ્છામિ દુક્કડ
– તિવાર. ૧૩૬૯માં લખેલ તાડપત્રીય પ્રતિ. | (g) “તત્ર જ્ઞાનાચારિ આઠ અતીચાર–કાલે
વિજ્ઞાન ધિરાવલી, પડિકમણાસૂત્ર, ઉપદેશમાલા કાલેલા તથા કાજુ અણઉરિઈ પઢિઉં વિનયહીન પઢિG, ઉપધાનહીનું પઢિઉં, બહુમાનહીનું પઢિઉં, અનેરા કહઈ પઢી અને ગુરુ કહિઉ દેવ વંદણ વાંદણઈ પડિક્રમણઈ સજઝાઉ કરતાં પઢતાં ગુણતાં કુડલ અક્ષર કાન્હઈ માત્રિ ઓછઉ આગલુ ભણિઓ ડ૯ અર્થ બે કુડા કહિયા જ્ઞાને પગરણ પાટી પિથી ઠવણુ કમલી સાંપુડાં સાંપુડી દસ્તર વહી ઓલિયા પ્રતિ પશુ લાગુ થુંક લાગઉં ઍકિઈ અક્ષર માં જઉં, સીસઈ દીધઉં કહિ છતઈ આહાર નીહાર આશાતન હુઈ જ્ઞાનવંતસિ€ પ્રક્ષિત પ્રજ્ઞાપરાધિ વિણસિઉ વિસતઈ ઉવેખિકા હુંતી શક્તિ સાર સંભાલ ન, કીધી જ્ઞાનવંતસિઉં પ્રક્રેશ મત્સર ચીતવીઉં આસાતન કીધી પઢતાં ગુણતાં અંતરાય નીપજાવઉ પ્રજ્ઞાહીનઇતીવિતરિકિઉ આપણા જાણવાનું ગર્વ ચીંતવિક જ્ઞાનાચાર વિષઈ નુ કે અતિચાર ,
– તિવાર ૧૪૬૬માં લખેલ કાગળની પ્રતિ પરથી (૬) “તેહનાં સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદ; લખે લખાવે સાચવે રે, ધર્મ ધરી અપ્રમાદ રે. ૭ ભવિ.
ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય, અંધા બહેરા બેબડા રે, મુંગા પાંગળા થાય રે.૮ ભવિ. ભણતાં ગુણતાં ન આવડે રે, ન મલે વલ્લભ ચીજ; ગુણમંજરી-વરદત્ત પરે રે, જ્ઞાનવિરાધન બીજ રે.૯ભવિ.
-જિનવિજયકૃત જ્ઞાનપંચમી સ્તવન પહેલી ઢાલ રચના સં. ૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158