________________
१०८
જૈન ચિત્રકલ્પદ્રમ ગ્રંથની પહેલી નકલ-પ્રથમદર્શ ગ્રંથરચના થયા પછી તેનું સંશોધન કરવા માટે ગ્રંથકારની મૂળ નકલ વિદ્વાનોના હાથમાં મૂકવામાં આવતી. એ હાથપ્રતિ ગમે તેટલી સ્વચ્છ કરવામાં આવી હોય તેમ છતાં તેમાં સુધારાવધારે, ચેરભૂસ, નવો ઉમેરો આદિ થયા વિના ન જ રહે; એટલે તેના ઉપરથી નવી સ્વચ્છ નકલ ઉતારવા માટે એ પ્રતિ વિદ્વાન શિષ્યોને આપવામાં આવતી. એ ઉપરથી એ શ્રમણો બરાબર શુદ્ધ તેમજ ચિહ્ન, વિભાગ વગેરે કરી નવી નકલ તૈયાર કરતા, જેને પ્રથમદર્શ તરીકે ઓળખવામાં આવતી.૧૨૫ આવી એક નકલ તૈયાર થયા પછી તે ઉપરથી વધારાની બીજી નકલે ધનાઢ્ય ગૃહર લેખકે પાસે લખાવતા અને કેટલીક વાર જૈન સાધુઓ સ્વયે લખતા૨૧ લખાવતા. ગ્રંથકારે જે પોતે ખૂબ પ્રતિભાસંપન્ન હેય તેમજ ગ્રંથરચનાનું કાર્ય પાઠાંતર વગેરેની ગડમથલવાળું ન હોય તે સાધારણ ચેરભૂસવાળી તેમના હાથની જ નકલ પ્રથમાદર્શ-સૌ પહેલી નકલ તરીકે ગણાતી.૧૨૭
ગ્રંથની પ્રશસ્તિ - ગ્રંથનું સંશોધન, લોકસંખ્યા તેમજ તેની સ્વચ્છ નકલ થઈ ગયા પછી ગ્રંથકાર ગ્રંથના અંતમાં પ્રશસ્તિ લખતા. એ પ્રશસ્તિમાં ગ્રંથકારની પોતાની ગુપટ્ટપરંપરા, ગ્રંથરચનાના સહાય, ગ્રંથરચનામાં જે સમવિષમતાનો અનુભવ થયો હોય તે, ગ્રંથને શોધનાર, જે ગામ કે શહેરમાં જે રાજાના રાજયમાં અને જેની વસતિ–મકાનમાં રહી ગ્રંથચના કરી હોય તે, પ્રથમ નકલ અથવા વધારાની નકલો લખનાર–લખાવનાર, લોકસંખ્યા, રચનાસંવત, જેની પ્રાર્થનાથી ૨૮ ગ્રંથરચના કરી હોય તે ઇત્યાદિ દરેક નાની મોટી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવતો.
१२५ 'ताच्छष्यो धर्मचन्द्रः, स्फुरदुरुधीलिपिकलाविधिवितन्द्रः। अकरोत् प्रथमादी, सूत्रार्थविवेचने चतुरः॥५१॥
-जम्बूद्वीपप्रज्ञप्ति प्रमेयरत्नमञ्जूषा टीका ૧૨૬ (૬) “ઇથમાશે ર્જિવિતા, વિમfonકમૃતિમિર્નિાવિને કૃદ્ધિ વ્યુતમક્તિ, રધિૐ વિનતૈિયાલા
-भगवतीसूत्र अभयदेवीया टीका ११२८ वर्षे .. (ख) 'छत्तावल्लिपुरीए, मुणिअंबेसरगिहम्मि रइयमिमं । लिहियं च लेहएणं, माहवनामेण गुणनिहिणा ॥८२।।
–Tળવન્દ્રીચ મહાવીરરિત્ર પ્રતિ (૧૧ર૧ વર્ષ) ૧૨૭ આ વાતની પ્રતિઓમાં મહેપાધ્યાય શ્રીયશોવિજ્યજીના ગ્રંથ (જુઓ ટિપ્પણી નં. ૭૨), પાટણના સંઘના ભંડારની સમચારકકરણ સટીકની પ્રતિ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ૧૨૮ () બાહ્ય સરળગ્યાથુતિલનપૂગનવિg ગામ ચિયુતમવિચા, રિતવાનમન્નિના ' (ख) 'अब्भत्थणाए सिरिसिद्धसेणसूरिस्स सिस्सरयणस्स। भत्तस्स सिरिजिणेसरसूरिस्स य सव्वविज्जस्स!॥१९॥'
---श्रेयांसस्वामिचरित्र प्राकृत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org