________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૦૭ લાકડાની પાટી૨૧ વગેરેમાં લખતા હતા અને તેના ઉપર બરાબર નક્કી થઈ ગયા પછી નકલ ઉતારનારાઓ તેના ઉપરથી તેની વ્યવસ્થિત અને શુદ્ધ નકલો કરતા હતા.
ગ્રંથરચનામાં સહાયક ગ્રંથચના સમયે ગ્રંથકારોને પ્રતિઓમાંના પાઠભેદે તારવવા, તેમાં ઉપયોગી શાસ્ત્રીય પાઠે તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઇત્યાદિ માટે વિદ્વાન શિષ્ય અને શ્રમણો જ મદદગાર રહેતા.૧૨૨ કેટલીક વાર વિદ્વાન ઉપાસકે૨૩ પણ એ જાતની સહાય કરતા.
ગ્રંથસંશોધન ઉપર પ્રમાણે વિદ્વાન શ્રમણો કે શ્રાવકોની સહાયથી ગ્રંથ રચાઈ ગયા પછી એ ગ્રંથમાં કોઈ જાતની ખામી કે અસ્પષ્ટતા રહેવા ન પામે એ માટે એ કૃતિઓને તે તે જમાનામાં પ્રૌઢ તેમજ શાસ્ત્ર મનાતા વિદ્વાન આચાર્યાદિની સેવામાં રજુ કરવામાં આવતી અને તેમના તપાસી લીધા પછી તેના ઉપરથી બીજી નકલો ઉતારવામાં આવતી. કેટલીક વાર કેટલાક ઉતાવળાઓ શ્રમણ વગેરે ગ્રંથનું સંશોધન થયા પહેલાં તેની નકલે ઉતારી લેતા, જેનું પાછળથી સંશોધન થતાં તે ગ્રંથમાં ધીભાવ અને પાઠભેદોની વિષમતા ઉભાં રહેતાં. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં આપણે કેટલીક વાર વિષમતાભર્યા પાઠભેદે જોઈએ છીએ તેનું આ પણ એક કારણ છે.
ગ્રંથમાં લોકસંખ્યા ઉપર મુજબ ગ્રંથનું સંશોધન થઈ ગયા પછી એ ગ્રંથની સંખ્યા ગણવા માટે કેઈપણ સાધુને એ નકલ આપવામાં આવતી અને તે સાધુ બત્રીસ અક્ષરના એક લેકીને હિસાબે આખા ગ્રંથના અક્ષરો ગણીને લોકસંખ્યા નક્કી કરતો. જ્યાં પાંચસો કે હજાર લોક થાય ત્યાં પ્રચાર લખીને એ લોકસંખ્યા નેધવામાં આવતી હતી. કેટલીક વાર સો સો લોકને અંતરે પણ એ લોકસંખ્યા નેંધવામાં આવતી હતી અને કદાચ એમ કરવામાં ન આવે તે છેવટે ગ્રંથના અંતમાં સર્વથા કરીને તે ગ્રંથનું પ્રમાણ નોંધવામાં આવતું ૧૨૪
૧૨૧ જુઓ ટિપ્પણી ન. ૪૬. ૧૨૨ (૪) ધાર્શિવચરે. ફર્થે સિન્ક્રસમિળ રિચા સરળ વિનિચંદ્રસ રીસરસ ર”
--भगवतीवृत्तिः अभयदेवीया (૩) “તારેક સર્દિ, સમેત્ય વાિ નક્કિરિયુ પુજ, વિસો સોનારું ”
–-ષ્ટિનિવરિત્ર નામય ! ૧૨૩ જુઓ ટિપ્પણી ને. ૧૧૯ (૧). ૧૨૪ (૪) ગણવા સહૃધ્યાન, પર્ શતચઈ પોડ . ત્યે મનમેચા, ફ્રોઝન નિશ્ચિતમ ”
___-भगवतीवृत्ति अभयदेवीया (ख) 'प्रत्यक्षरं निरूप्यास्य, ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्राणि, त्रीणि सप्त शतानि च ॥
--ज्ञाताधर्मकथांगटीका अभयदेवीया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org