________________
૧૨
જૈન ચિત્રકલ્પદ્રુમ - તાડપત્રીય પુસ્તકની લાંબી પ્રતેની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને ઘેરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું અથવા એ થિીઓને લાકડાના ડબામાં રાખતા: પરંતુ નાના મા૫ની તાડપત્રીય પ્રતો ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાંના તૈયાર કરેલા અચોખંડા, –નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વીંટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકે અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપરમેટે ભાગે લાલ અને કેઈક વાર ધોળા રંગનંખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાનભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પિથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તે પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તો એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે.
ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપડું વગેરે મઢવામા આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતું અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર બૅડર વગેરેની, ભાત પાડવામાં આવે છે તેમ ભાતે પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્રનં. ૮ આ નં. ૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાબડાઓનો જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકે ઉપર ચામડાનાં પૂઠાં જે કેટલાક લોકે અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી મૂકે છે. તેમનું ધ્યાન અમે દોરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારેમાંનાં પુસ્તકે,ગુટકાઓ વગેરેના પૂઠા પાટીઓ માટે ચામડાને ઉપગ બહુ જ છૂટયા થએલો જેવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકાનાં આદિ અંતનાં પાનાંને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃતિ ને. ૨).
ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્તક રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલું લાકડામાંથી બનાવાતા, પરંતુ સુવર્ણાક્ષરી કે રીયાક્ષરી કલ્પસૂત્રાદિ જેવા કિંમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચદન, હાથીદાંત વગેરેના દાબડાઓ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાધે પુસ્તકને રાખવામાં આવતા–આવે છે. આ દાબડાઓ કેટલીક વાર તદ્દન સાદા હેય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કતરેલા પણ હોય છે
પિથી અને દાબડા ઉપર નબર ઉપર પ્રમાણે તૈયાર થએલી પિથીઓ અને દાબડા ઉપર પાથા નબર અને દાબડા ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org