Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 115
________________ ૧૧૪ જૈન ચિત્રકલ ઘડુમ કશું જ કારણ નથી. આના પુરાવા રે અમે કઇ વિદ્વાન જૈન શ્રમણની બનાવેલી શૂટ્રિનિ૧૧૪ નામની યાદી અને એવી જ બીજી છૂટક ન આપી શકીએ છીએ. જેમાં તે તે ગ્રંથની યોગ્ય માહિતી આપવામાં આવી છે. ઘણીખરી વાર એમ બને છે કે ચાલુ જમાનામાં કાંઈ નવું જોવામાં આવે ત્યારે આપણે એમ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ કે જાણે જૂના જમાનાના લોકોને આવી બાબતને કશો ખ્યાલ જ નહિ હોય. આ પ્રકારની ભ્રાંતિઓ આજે ભારતને ખૂણે ખૂણે દરેક વિષયમાં આપણે જોઈ શકીએ છીએ. અમે અમારા પ્રસ્તુત નિબંધમાં એવી અનેકાનેક બાબતે નોંધી છે અને બીજી એવી અનેક બાબતનો ઉલલેખ કરીશું જેથી એવા ભૂલભરેલા ખ્યાલો દૂર થાય. કેટલાંક ઉદાહરણ તો અહીં જ આપી દઈએઃ ચાલુ જમાનામાં નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થએલા વૃત્તરત્નાકર, છન્દાશાસ્ત્ર આદિ ગ્રંથોમાં ગણુ વગેરેની સ્થાપનાયુક્ત એ ગ્રંથનું સંપાદન જોયા પછી આપણને પ્રથમ નજરે એમ જ લાગી જાય છે કે જૂના જમાનાના વિદ્વાનોને આ જાતને ખ્યાલ જ નહિ હોય; પરંતુ આ માન્યતા કેટલી ભૂલભરેલી છે એની ખાત્રી આ નિબંધમાં આપેલ “અજિતશાંતિસ્તવન’ના પાનાનું ચિત્ર જોતાં થઈ જશે, જેમાં ગણસ્થાપના, તેના નામનો નિર્દેશ, છંદનું લક્ષણ વગેરે બરાબર આપવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૨૧). આ સિવાય જેમ અત્યારે ગ્રંથોમાં પાઠાંતર, પર્યાયાર્થે, ટિપ્પણીઓ વગેરે કરવામાં આવે છે તેમ પ્રાચીન ગ્રંથમાં તેના માર્જિનમાં–હાંસિયામાં તે કરવામાં આવતું (જુઓ ચિત્ર નં. ૧૮). ચાલુ જમાનામાં જેમ ગ્રંથસંપાદનમાં પૂર્ણવિરામ, અર્ધવિરામ આદિ અનેક જાતનાં ચિહ્નો કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં ગ્રંથને વિશદ તેમજ સ્પષ્ટ કરવા માટે અનેક જાતનાં ચિહ્નો, સંકેત વગેરે કરતા હતા (જુઓ ચિત્ર નં. ૧૮), જેનો વિસ્તૃત પરિચય અમે અગાઉ આપી ચૂક્યા છીએ. જનાચાર્યોની ચંથરચના પુસ્તલેખન અને જ્ઞાનભંડારા સાથે સંબંધ ધરાવતી જૈનાચાર્યોની ગ્રંથરચના” વિષે પણ અહીં ટ્રક ઉલ્લેખ કરવો અસ્થાને નથી એમ ધારી જૈનાચાર્યો ગ્રંથરચના કરતા ત્યારે ક્યાં રહી કરતા, તેમને જોઈતાં પુસ્તકાદિને લગતી સામગ્રી કોણ પૂરી પાડતું, તેઓ ગ્રંથરચના કરતા ત્યારે શાના ઉપર લખતા, તેમના ગ્રંથો માટે સહાયકો અને શેધકે કોણ રહેતા, એ ગ્રંથની પ્રથમ નકલ કોણ લખતા તેમજ વધારાની નકલો ઉતારવા માટે શી વ્યવસ્થા રહેતી, ગ્રંથના અંતમાંની પ્રશ સ્તિઓમાં શી શી હકીકત નેંધવામાં આવતી. ઇત્યાદિ અહીં જણાવવામાં આવે છે. ગ્રંથરચનાનું સ્થાન જૈનાચાર્યો ગ્રંથરચના કરવા માટે જ્યાં ખાસ ખાસ પુસ્તકસંગ્રહો હોય ત્યાં જઈ સાહિત્યરસિક ધર્માત્મા ધનાઢય ગૃહસ્થની વસતિમાં અથવા એ ધનાઢય ગૃહસ્થ કરાવેલ પૈષધશાલા, ચૈત્યમંદિર આદિમાં રહી ગ્રંથરચના કરતા હતા, ત્યાં તેમને એ વસતિ અથવા ચૈત્યના માલિક અગર સચાલક પાસેથી ગ્રંથરચના સમયે જોઇતી દરેક સાધનસામગ્રી તેમજ પુસ્તક વગેરે મળી ૧૧૪ બૃહપનિકા' જનસાહિત્યસંશોધક ૫.૧ એ. રમાં શ્રીમાન જિનવિજયજીએ સંપાદિત કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158