________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા યાદીનું એક કાગળિયું તેમાં મૂકી તેને બાંધી રાખતા, જેથી એ પિથી કે દાબડે ખેલતાં તેમાંનાં પુસ્તકે ધ્યાનમાં આવે. એમ તે ભાગ્યે જ હતું કે પુસ્તકના ઉપર તેના માપને કાગળ વીંટી તે ઉપર તેનું નામ વગેરે લખવામાં આવ્યું હોય. આજના જૈન જ્ઞાનભંડારે પિકીના કેટલાયે જ્ઞાનભંડારો-ખાસ કરી જૈન શ્રમણોના હાથ નીચેના જ્ઞાનભંડારો અથવા તેમના હાથે સંસ્કાર પામેલા જ્ઞાનભંડાર–અતિ સુવ્યવસ્થિત છે. તેની ટીપો વગેરે પણ એકંદર એવી પદ્ધતિએ તૈયાર થએલી હોય છે કે જેમાંથી જોઇતાં પુસ્તક મેળવી શકાય.
આ બધી વાત કાગળની પોથીઓ માટે થઈ. તાડપત્રની પ્રતિઓ મોટેભાગે વિષમ માપની હાઈ એકબીજા સાથે રહી શકે તેમ નહિ હેવાથી એ દરેક પિથીની આસપાસ લાકડાની પાટીઓ મૂકી તેના ઉપર પ્રતિનું નામ વગેરે લખવામાં આવતું. કેટલીકવાર કાગળની પટ્ટી ઉપર ગ્રંથનું નામ વગેરે લખી તેને પણ પાટી ઉપર ચડવામાં આવતી. નાનાંમોટાં પ્રકરણની પોથી હોય તે માટે અમે ઉપર જણાવી આવ્યા તેમ તેની અનુક્રમણિકા જુદા પાના ઉપર લખી પ્રતિના ઉપર પ્રકરણ સંગ્રહ વગેરે નામ લખાતું હતું. આ પછી પુસ્તકની વચમાં પરોવેલી દોરીથી એ પુસ્તકને બાંધવામાં આવતું હતું.
પુસ્તકની થિીઓ અને દાબડાએ ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડેલાં બે, પાંચ, દસ કે જેટલાં બાંધી શકાય તેટલાં પુસ્તકોની આસપાસ લાકડાની પાટી કે કાગળનાં જાડાં પૂઠાંની પાટલીઓ મૂકી તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું. આ રીતે બાંધેલાં પુસ્તકને “પોથી' નામથી ઓળખવામાં આવે છે. આ પોથીઓને ઘણીવાર છૂટી રાખવામાં આવે છે અને કેઈકઈ વાર લાકડા વગેરેના દાબડામાં પણ રાખવામાં આવે છે. દાબડામાં રખાતાં પુસ્તક મેટેભાગે છૂટાં જ રાખવામાં આવતાં અને તેના ઉપર કપડાનું જાડું મજબૂત ડબલ બંધન લપેટવામાં આવતું, જેથી પુસ્તકોને ભેજ વગેરે વાતાવરણની અસર ન થાય તેમજ એકાએક તેમાં જીવડાં વગેરે પણ ન પડે. આ બધી વ્યવસ્થા કાગળનાં પુસ્તકો માટે છે.
તાડપત્રીય પ્રતે લંબાઈ-પહોળાઈમાં વિષમ પ્રમાણની હોઈ એકથી વધારે પ્ર સાથે રહી શકતી નથી. એટલે અમે ઉપર જણાવી ગયા તેમ તેના ઉપર પાટીઓ અને દોરી બાંધી તે ઉપર ખાદાનું મજબૂત એકવડું કે બેવડું બંધન બાંધવામાં આવતું હતું અને એ બંધન બાંધેલી પિથીને લાકડાનાં દાબડામાં રાખતા હતા. મેટેભાગે દાબડામાં રખાતી તાડપત્રીય પ્રતિને બંધન બાંધવામાં નહોતું આવતું.
થિીઓ માટે પાટી–પાઠાં–પૂઠાં પુસ્તકનાં પાનાં વળી ન જાય, તેની કેરો ખરી કે ઘસાઈ ન જાય તેમજ એ પુસ્તકોની પિથી બરાબર બાંધી શકાય એ માટે એની ઉપરનીચે પાટી, પાઠાં, પૂઠાં વગેરે મૂકવામાં આવે છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તક સાથે મોટે ભાગે સીસમ, સાગ વગેરેના લાકડામાંથી બનાવેલી પાટીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org