________________
9
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
ગુજરાત–પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા, ખંભાત. છાણું, વડોદરા પાદરા, દરાપરા, ડભોઇ, સિનેર, ભરૂચ, સુરત, મુંબાઈ વગેરે.
કાઠિયાવાડ-ભાવનગર, ઘા, પાલીતાણુ, લીંબડી, વઢવાણકૅમ્પ, જામનગર.માંગરોળ વગેરે કરછ–કડાય મારવાડ–બીકાનેર, જેસલમેર, બાડમેર. નાગોર, પાલી, જાલોર, મુંડારા, આહીર વગેરે મેવાડ-ઉદેપુર.
માળવા–રતલામ. પંજાબ–ગુજરાનવાલા, હોશિયારપુર, ઝડિયાલા વગેરે. યુક્ત પ્રાન્ત–આગ્રા, શિવપુરી, કાશી વગેરે. બંગાળ –બાલુચર, કલકત્તા વગેરે.
અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનોની જે યાદી આપવામાં આવી છે એ બધાં યે સ્થળોના ભંડારો અત્યંત મહત્ત્વના, આકર્ષક તેમજ તાંબર મૂર્તિપૂજક જૈનોના સ્વામિત્વ નીચે વર્તમાન છે, એટલું જ નહિ પણ આ યાદી પૈકીનાં કેટલાંક ગામ-શહેરમાં બે. ચાર, પાંચ અને દસ કરતા પણ વધારે અને વિશાળ જ્ઞાનસંગ્રહો છે.
વળી પ્રાંતવાર જુદા જુદા જૈન જ્ઞાનભંડારોની જે યાદી આપવામાં આવી છે એ પૈકી પાટણનો સંઘવીના પાડાને, ખંભાતને શાંતિનાથનો અને જેસલમેરને કિલ્લામાંને, એ ત્રણ જ્ઞાનભંડારે તે કેવળ તાડપત્રીય ગ્રંથોના તેમજ સૌ કરતાં પ્રાચીન છે. આ ત્રણે ભંડારમાં અગિયારમી સદીથી લઈ પંદરમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકનો સંગ્રહ છે. આ સિવાયના બીજા બધા યે જ્ઞાન ભંડાર અર્વાચીન છે. પણ અર્વાચીન એટલે ઓછામાં ઓછા ત્રણસો ચારસો વર્ષ જેટલા જૂના સંગ્રહો છે. ખરા જ. આ બધા જ્ઞાનભંડારોમાં, બે પાંચ દસ કે વીસ અને ક્યારેક ક્યારેક સો બસો તાડપત્રીય પુસ્તકો હોવા છતાં મુખ્યત્વે કરીને ચૌદમી-પંદરમી શતાબ્દીથી શરૂ કરી સોળમી-સત્તરમી શતાબ્દી સુધીમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો સંગ્રહ હોય છે અને કયારેક એમાં એ કરતાં અર્વાચીન પુસ્તકો પણ હોય છે. આ પુસ્તકસંગ્રહો પ્રાચીન હોવા છતાં તેમાં અવીચીન પ્રસ્ત અને અર્વાચીન હેવા છતાં તેમાં પ્રાચીન પુસ્તક હોવાનું કારણ એ છે કે એ જ્ઞાનભંડારમાં ઉત્તરોત્તર પુસ્તકોને ઉમેરે થતો જ રહ્યો છે. અર્થાત ઉપરનો દરેક ભંડાર જુદા જુદા જૈન શ્રમણે અને જુદી જુદી વ્યક્તિઓએ લખાવેલાં તેમજ સંગ્રહેલાં પુસ્તકોના સૈકાઓ સુધીના ઉમેરાને પરિણામે જન્મેલો છે. આ જ્ઞાનભંડાર ઉપર કઈ એક વ્યક્તિની માલિકી ન હતાં તેના ઉપર સમુદાયની જ માલિકી હોય છે. પછી એ, તે તે ગામના સંઘપે છે, ગચ્છરૂપે હો યા ગમે તે રૂપે છે. સામાન્ય રીતે જૈન પ્રજાની કોઈ પણ ધાર્મિક વસ્તુ, પછી તે ચહાય જ્ઞાનભંડાર હો, તીર્થ હો, મંદિર હો, ઉપાશ્રય હ, ધર્મશાળા , પાંજરાપોળ હો અથવા ગમે તે હો,–એ દરેક એક વ્યક્તિએ તૈયાર કરાવેલી હોવા છતાં એને વ્યક્તિગત સત્તા તળે ન રાખતાં સામુદાયિક સત્તા નીચે જ મેંપવામાં આવે છે. કેટલીક વાર કેટલાક શેઠિયાઓના ઘરમાંના જ્ઞાનભંડાર વગેરે તેમની સત્તા નીચે હોય છે તેમ છતાં એ કદાચિક તેમજ આપવાદિક વસ્તુ છે. ઉપરોક્ત જ્ઞાનભંડારે લખાવવા માટેની આર્થિક વ્યવસ્થા જૈન ઉપાસક સંઘ તરફથી થવા છતાં એમાં કેવાં પુસ્તકો લખાવવાં, એ પુસ્તકો ક્યાંથી અને કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org