________________
જૈન ચિત્રકલ્પદ્રુમ મેળવવા, તેમજ દેશવિદેશમાં પિતાની લાગવગ કેમ પહોંચાડવી ઇત્યાદિને લગતી દરેક જવાબદારી જૈન શ્રમણના શિરે જ હતી. શાસ્ત્રનિર્માણથી લઈ શાસ્ત્રલેખન પર્યંતની દરેક પસંદગી જૈન શ્રમણના હાથમાં જ હતી, આજની નષ્ટભ્રષ્ટ અને શર્ણવિશીર્ણ દશાને અંતે પણ આટલા વિશાળ જ્ઞાન ભંડાર એ જૈન શ્રમણોના ઉપદેશ અને તેમના સર્વમુખી પાંડિત્યને જ આભારી છે. એ જ કારણને લીધે આજના જૈન જ્ઞાનભંડારોમાં પ્રત્યેક સંપ્રદાયના પ્રત્યેક વિષયના સેંકડે ગ્રંથો વિદ્યમાન છે, જે પૈકીના કેટલાક ગ્રંથની બીજી નકલ આજે દુનિયાના પડમાં શોધી યે જડતી નથી. જ્ઞાનભંડારેની વ્યવસ્થા
પુસ્તકને વિભાગ અત્યારની જેમ જૂના સમયમાં આપણે ત્યાં કાગળની વિપુલતા ન હોવાને લીધે આપણા જ્ઞાનભંડારમાંનાં અનેકવિધ નાનાંમોટાં પુસ્તક અને તેનાં પાનાં એકબીજા સાથે સેળભેળ ન થઇ જાય અને તેને બરાબર વિભાગ રહે, એ માટે કેટલીક વાર તે દરેક ઉપર કાચા સૂતરને દર વીંટવામાં આવતો. આ આપણો સર્વેસામાન્ય પ્રાચીન ક્રમ હતું એ આપણે, આપણે ત્યાંના પ્રાચીન ભંડાર જોતાં જાણું શકીએ છીએ. પરંતુ પુસ્તક વિભાગ માટે આ દોરો બાંધવાની પદ્ધતિનું પરિણામ એ આવતું કે તે દિવસે પુસ્તકો ઉપર દોરાના કાપા પડી પુસ્તકનાં પાનાં ખરાબ થઈ જતાં અને તે પુસ્તકનું નામ વગેરે વાંચવા માટે પુસ્તક દવાની અગવડ ઊભા જ રહેતી. આથી ઉપરોક્ત દેરાને બદલે પુસ્તકે ઉપર ત્રણ-ચારેક આંગળ પહોળી કાગળની ચીપને ગુંદરથી કે ઘઉં-ચોખાની ખેળથી ચોડીને અથવા ૫ડાની તેવડી જ પહોળી પટ્ટીને સીવીને બલૈયાની જેમ પરવવામાં આવતી અને તેના ઉપર ગ્રંથનું નામ, પત્રસંખ્યા, દાબડાને કે પિથીને નંબર, પ્રતને નંબર તેમજ કોઈકે વાર ગ્રંથકારનું નામ વગેરે લખવામાં આવતાં. સામાન્ય નાનાંમોટાં પ્રકરણની પ્રતે હોય તેનાં નામેની અનુક્રમણિકા અને જે જે પાનાથી તે તે પ્રકરણાદિની શરૂઆત થતી હોય તેની નેધ કેટલીક વાર તે પ્રતના અંતિમ પાના ઉપર અથવા કોઈ વાર જુદા પાના ઉપર કરવામાં આવતા, અને ઉપરેત ચીપ-પટ્ટી ઉપર પ્રારંભમાં જે પ્રકરણ હોય તેનું નામ લખી “આદિ પ્રકરણસંગ્રહ' કે આદિ પ્રકરણો” એમ લખવામાં આવતું તે કેટલીક વાર “પ્રકરણસંગ્રહ’ એટલું સામાન્ય નામ પણ લખવામાં આવતું. આ જાતની ચીપ-પદીઓ નાનામાં નાની પ્રતથી લઈ સો બસે પાના સુધીની પ્રતેને અને કેટલીક વાર તેથીયે વધારે પાનાની પ્રતોને પણ પહેરાવવામાં આવતી. આથી ગ્રંથનું નામ વગેરે જાણવાની સરળતા જરૂર રહેતી, પરંતુ પુસ્તક જેવા માટે એ ચીપ-પટ્ટીને કાઢતા ઘાલતાં તે પ્રતેની આસપાસનાં ઉપરના પાનાં મોટે ભાગે વળીતે ફાટી જતાં અને પુસ્તકોનો અકાળે નાશ થ.
ઉપર અમે જણાવ્યું તેમ પ્રતિની આસપાસ દોરો વીંટવો અથવા કાગળ-પડાની ચીપપઢીને બલૈયાની જેમ પહેરાવી તેના ઉપર ગ્રંથનું નામ વગેરે લખવું એ પ્રાચીન કાળની વિશિષ્ટ સુધરેલી પદ્ધતિ જ ગણવી જોઈએ; નહિતર મોટે ભાગે જૂના જમાનાના જ્ઞાનભંડારોની પદ્ધતિ એ જ હતી કે એક પિથી કે દાબડામાં જેટલી પ્રત સમાઈ શકે તેટલીને એકીસાથે મૂકી તેનાં નામેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org