________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ઉપદેશતરંગિણી૧૦૩ આદિમાં જોવામાં આવે છે. માંડવગઢને મંત્રી પિડિશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધર્મનો ઉપાસક હતો. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરૂચ આદિ સાત નગરોમાં ભંડાર સ્થાપ્યા હતા.૧૦૪ આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આદ્મભટ (આંબડ), વાડ્મટ (બાહડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણો કે ઉલ્લેખોનો સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એનો ઉલ્લેખ કરતાં અટકીએ છીએ.
ધનાઢ્ય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાન ભંડાર રાજાઓ અને મંત્રીઓ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાથ જૈન ગૃહસ્થો આવે છે. એ ધનાઢશે ગૃહસ્થોનાં જે નામો આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણ અશક્ય છે. એટલે ફક્ત સાધારણ રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢય જૈન ગૃહસ્થોનાં નામનો પરિચય આપે એટલું જ બસ ગણાશે.
જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પિતપતાના કુલગુરુ, ધર્મગુરુના ઉપદેશથી જ્ઞાનસંગ્રહ લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, ૧૦૫ મહેપાધ્યાય શ્રીમહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંત ભીમના પૌત્ર
૧૦૩ “વસ્તુપાલચરિત્રમાં ત્રણ જ્ઞાનભંડારે લખાવ્યાનું જણાવ્યું છે જ્યારે ઉપદેશતરંગિણી'માં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ
'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिर्लेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मषीवर्णाश्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ॥' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (मं०) पैथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमासमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटक्कैः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखन-तत्पष्टकूलवेष्टनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ-सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे ।'
–પાતળિ વત્ર ૧૩૬. સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પિથલપુસ્તકપૂજાપ્રબંધમાં પણ આને મળતો ઉલ્લેખ છે. માત્ર ત્યાં ઘર્મદેવસૂરિની આજ્ઞાથી કાઈ સાધુએ અગમ સંભળાવ્યાનું જણાવ્યું છે
ગતિ તો જુવંદૈિતિવાજિતમ્ સુત્રાવ | li' ઇત્યાદિ. ૧૦૫ ઘરણાશાહે લખાવેલ છવાભિગમસૂત્રકૃત્તિ, ઘનિર્યુક્તિસટીક, સુપ્રસિસટીક, અંગવિદ્યા, કલ્પભાષ્ય. સર્વસિદ્ધાનવિષમપદપર્યા, છંદેનુશાસન આદિ પુસ્તકો જેસલમેરના તાડપત્રીય ભંડારમાં વિદ્યમાન છે, જેના અંતમાં નીચે લખેલને મળતા નાના મેટા ઉલ્લેખ છે
संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपालंकारश्रीगच्छनायकश्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखितं शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाइयासहितेन ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org