________________
જૈન ચિત્રકલ્પદ્રુમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાનભંડારો રાજાઓ પૈકી જૈન જ્ઞાનકોશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વરો મશહૂર છેઃ એક વિદ્વત્રિય સાહિત્યરસિક મહારાજ શ્રી સિદ્ધરાજ સિંહદેવ અને બીજા જૈનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા શ્રીસિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની સંકડો નકલો કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશ અને રાજ્યમાં ભેટ મોકલાવ્યાના અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથ પૂરા પાડ્યાના ઉલ્લેખો પ્રભાવક ચરિત્ર,૧૦૧ કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે.
જોકે આજે આપણી સમક્ષ મહારાજા શ્રી સદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુસ્તકો પૈકીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિમવ્યારારુપુત્તિની તાડપત્રીય પ્રતિ છે. તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારે લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહત્ત્વની હકીકતને આ ચિત્રો ટેકે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં પરિતાને ચાર પદતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્ર ને. ૧૯માં આ નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦૧
મહારાજા કુમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિ લખાવ્યાના ઉલેખ કુમારપાલપ્રબંધ૦૨ અને ઉપદેશતરંગિણીમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડારો લખાવ્યા–સ્થાપ્યા હશે, પરંતુ તેને લગતો કોઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મૌન ધાર્યું છે.
જૈન મંત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર–લખાવનાર પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલ, ઓસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગચ્છીય આચાર્ય શ્રીવિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ શ્રીજિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર,
૧૦૧ “રશઃ પુરો વિદ્રિજિત તતડા વત્ર વર્ષ (ચાવતું),જ્ઞા પુસ્તવલ્હેણને ૧૦ રૂ .
राजादेशानियुक्तश्च, सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सच्चक्रे, लेखकानों शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ।। १०५ ।।'
'-प्रभावकचरित्र हेमचन्द्रप्रबन्धे જિનમંડનગણિકૃત કુમારપાલપ્રબંધ પત્ર ૧૭માં પ્રભાવક ચરિત્રને મળતા જ ટૂંક ઉલ્લેખ છે. ૧૦૧મ જુઓ ચિત્રકળા વિભાગ ચિત્રને, ૧૦૨. ૧૦૨ જુઓ ટિપણી નં. ૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org