________________
જૈન ચિત્રકલ્પદ્રુમ ભિક્ષસ્થવિરેના આધિપત્ય નીચે મળેલ જૈન ભિક્ષુ અને ભિક્ષપાસકેને સંધસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાસ્ત્રલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણ આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લેખો, આ બધી પરિસ્થિતિ અને વસ્તુનો વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મોટા પાયા ઉપર પુસ્તલેખનન સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનકોશની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તકલેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપ, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પટિકાઓ, દાબડાઓ, બંધને આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યાં હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકે પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પિતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી તે જાણી શકીએ તેમ નથી પરંતુ તે પછીનાં છેલ્લાં એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તક અને ગ્રંથાલયોના મહત્ત્વભર્યા જે અનેકવિધ અવશેષો આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તલેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણી ઘણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપરનધી ગયા છીએ, કેટલી એ આગળ ઉપર નેંધીશું અને કેટલીક આ વિભાગમાં નોંધવામાં આવે છે. જ્ઞાનભંડારેની સ્થાપના અને અભિવૃદ્ધિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગોચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્મભ્યદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવક ચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણી, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્ર અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ ને જોતાં જાણી શકાય છે કે જૈન શ્રમણએ જ્ઞાનભંડારોની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી રવિકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્ત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા લાભે સમજાવતા ૮ અને જે લોકો કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું
૯૮ શ્રીમાન સૂરાચાર્યે વિક્રમને બારમે સૈકા) રાજાવિત્રના પાંચમા સરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે.
ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥ ९४॥
किं किं तैर्न कृतं ? न किं विवपितं ? दानं प्रदत्तं न कि ? केवाऽऽपन्न निवारिता तमुमतां मोहार्णवे मज्जताम् । नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तारं न विस्तारित ? સન્ચાળા દરમિવું ઃ શાસન સેવિતમૂ | ૨૬ ' ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org