________________
ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૌરવ જળવાય એ માટે કેવી કેવી પદ્ધતિઓ સ્વીકારી હતી તેને ટૂંક ખ્યાલ આવે. જેમ જેમ લેખનમાંથી અમાત્રા અને પૃષ્ટિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અમાત્રા–ઊર્ધ્વમાત્રાએ લીધું તેમતેમ લિપિના માપમાં ટૂંકાપણું અને અધોમાત્રા–ઊર્ધ્વમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે, જેનો પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ. (૫) જૈન લેખકો પ્રાચીન કાળના જૈન લેખકે, તેમની લેખનપદ્ધતિ, તેમનાં લેખન વિષ્યક સાધનો, તેમની ટેવો, તેમને લેખનવિરામ વગેરે ક્યા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખો અને અત્યારના લેખકની ખાસ ખાસ ટેવ, વર્તણુક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ.
જૈન લેખકે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકના અંતમાંની લેખકોની પુષ્પિકાઓ જોતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભાજક વગેરે અનેક જાતિઓનાં કુળોનાં કુળો નભતાં હતાં. જૈન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી અને જૈન પ્રજા એ હલાધર લેખકોનાં આખાં કુળનાં કુળને પિતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પરિણામે એ કલાવિદ લેખકો જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પિતાને “જૈનલેખક-જૈનલહિયા” તરીકે ઓળખાવવામાં આત્મગૌરવ માનતા.એ લેખકોએ જૈન પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું લિપિનું સૌષ્ઠવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ બીજી પ્રજાનાં પુસ્તકો લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હોશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઈ પ્રજાએ આક્યાં હશે. મહારાજા શ્રીહર્ષ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીજદેવ આદિ જેવા અપવાદોને બાદ કરી લઈએ તે આ વસ્તુની કિંમત આંકવામાં ઘણીખરી વાર મટામેટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સંકડે વિશાળ જ્ઞાનભંડારો નિહાળતાં સહેજે થઈ શકે તેમ છે. કાળને પ્રભાવ, મેંગલોની વિષિતા, ઉધઈ, ઉંદર, અગ્નિ, વરસાદ આદિના ભોગ થવું, જન યતિઓ અને ભંડારના કાર્યવાહકોની બેવફાદારી અગર બિનકાળજી ઇત્યાદિ અનેક કારણેને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત ९८ 'संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.'
'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखितं समाप्तमिति.'
'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अोह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्यજ્ઞાતી,તિ વેન સિલિત | ચાર પુક્ત છુ. | પંકુરાસંચમેન મુ પ્રતિ ' ઇત્યાદિ.
આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુઓ જોયા છે, જે દરેકના હાથ નીચે પંદર પંદર વીસવીસ લહિયાઓ પુરંતક લખવાનું કામ કરતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org