________________
જૈન ચિત્રકલ્પમ ગ્રંથસંધનનાં સાધન પુસ્તકસંશોધનનાં સાધનામાં પીછી, હરતાલ, સફેદ, ઘેટે, ગેસ, દેરે વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંની બનાવટ અને ઉપગનો નિર્દેશ આ નીચે કરવામાં આવે છેઃ
પછી આજકાલ આપણા જમાનામાં, ચિત્રકામમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની ઝીણી-જાડી નાની-મોટી જુદીજુદી જાતના વાળની બનેલી જોઈએ તેવી પીછીઓ જેમ તૈયાર મળે છે તેમ જૂના જમાનામાં ન હતું, એટલે એ પીછીઓ હાથે બનાવવામાં આવતી હતી. આ પછી ખાસ કરીને ખિસકોલીના વાળની જ બનતી હતી. ખિસકોલીના વાળ એકાએક સડી જતા નથી તેમજ એ કુદરતી રીતે જ એવા ગોઠવાએલા હોય છે કે તેને નવેસર ગોઠવવાની જરૂરત રહેતી નથી. એ વાળ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા લઈ કબૂતરના પીછાના ઉપરના પિલા ભાગમાં પરોવી પછી તૈયાર કરવામાં આવે છે. જે પછી જાડી બનાવવી હોય તે મેર વગેરેના પીછાનો ઉપરનો ભાગ લેવામાં આવે છે. આ વાળને પીછામાં પરોવવાની રીત એ છે કે વાળને પાછળના ભાગમાં દોરાથી મજબૂત બાંધી, દરાના છેડાને અણી તરફ રાખી, ગુંદરથી ચૂંટાડી, એ દેરાને પીછામાં પરોવવાથી વાળ સહેલાઈથી બહાર આવે છે. વાળ બહાર આવ્યા પછી વધારાના દોરાને કાપી નાખવામાં આવે છે.
હરતાલ હરતાલનું સંસ્કૃત નામ હરિતા છે. એ દગડી અને વરગી એમ બે જાતની હોય છે. આ બે પ્રકાર પૈકી “વરગી હરતાલ જ પુસ્તકસંશોધન માટે ઉપયોગી છે. આ હરતાલનાં અબરખની જેમ પડ ઊખેડતાં વચમાં સેનેરી વગના જેવી પતરીઓ દેખાતી હેઈ એને “વરગી હરતાલ” એ નામથી ઓળખવામાં આવે છે. આ હરતાલને મેંદાની જેમ ખૂબ ઝીણી વાટી મજબૂત કપડાથી ચાળી તૈયાર કરવી. એ પછી તેને ખરલમાં નાખી તેમાં સ્વચ્છ બાવળના ગુંદરનું પાણી નાખતા જવું અને ખૂબ ઘૂંટતા જવું. એકરસ થયા પછી હરતાલમાં ગુંદરનું પ્રમાણ વધારે પડતું ન થઈ જાય એ માટે. અમે અગાઉ હિંગળકની બનાવટમાં જણાવી ગયા છીએ તેમ, હરતાલની પરીક્ષા કરતા રહેવું. આ રીતે હરતાલ તૈયાર થઈ ગયા પછી તેની હિંગળકની જેમ વિડીઓ કે પતરીઓ પાડી લેવી.
સફેદ
રંગવાને માટે જે તૈયાર સફેદ આવે છે તેમાં ગુંદરનું પાણું નાખી ઘંટવાથી એકરસ થતાં એ તૈયાર થાય છે. હરતાલ કરતાં સફેદાની બનાવટ અલ્પ જ નહિ પણ સ્વલ્પશ્રમસાધ્ય છે એ ખરી વાત છે; તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સફેદા કરતાં હરતાલ વધારે ટકાઉ હોવા ઉપરાંત એનાથી સુધારેલા ગ્રંથોના સંદર્યમાં વિશિષ્ટ ઉમેરે કરનાર પણ એ છે.
ઘટે અગાઉ અમે નિવેદન કરી ગયા છીએ કે કાગળને મુલાયમ બનાવવા માટે અકીક, કસોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org