________________
૮૩
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
વગેરેના છંટાઓ કે દિરયાઈ મેટા કાડાએ વાપરવામાં આવે છે; એ જ રીતે લિખિત પુસ્તકોના સંશાધનમાં હરતાલ વગેરેના ઉપયાગ કરનારને આંગળીથી પકડી શકાય એવા નાના લૂંટા કે નાની કેાડીની જરૂરત રહે છે. તે એટલા માટે કે પ્રતિમાંના કોઈ નકામા પાને હરતાલ લગાડી ભૂંસી નાખ્યા હાય, અથવા ઉપયાગી પાઠ ઉપર ભૂલથી હરતાલ લગાડી દીધી હોય ત્યાં કરી તેને તે જ પાઠ કે ખીજો પાઠ લખવા હોય ત્યારે તે હરતાલ લગાડેલા ભાગને ઉપરાક્ત નાના લૂંટાથી ઘૂંટીને લખવામાં આવે છે, જેથી તે ઠેકાણે લખવામાં આવતા અક્ષરા રેલાઈ, ફેલાઈ કે ફૂટી જતા નથી.
ગેરુ
જેમ આજકાલ આપણે કોઈ ધ્યાનમાં રાખવા લાયક પદ, વાક્ય, શ્લેાક, પુષ્પિકા વગેરેની નીચે લાલ શાહી કે પેન્સિલથી, અથવા લાલ શાહી કે પેન્સિલ ન હેાય તે છેવટે ગમે તે રંગની શાહી કે પેન્સિલથી અન્ડરલાઈન તરીકે લીટી દોરીએ છીએ, તેમ ગ્રંથસંશાધકો પણ તેવાં ધ્યાનમાં લેવા લાયક પદ, વાક્ય આદિને ગેરુથી રંગી લેતા, જેથી તે તરફ વાચકનું લક્ષ્ય એકદમ દેારાય. આજકાલ ગેરુને બદલે લાલ પેન્સિલ જ વાપરવામાં આવે છે. કેટલાક લોકો હસ્તલિખિત પુસ્તકોમાં ગેરુ કે લાલ પેન્સિલથી રંગાએલ પદ, વાક્ય આદિને જોઈ એમ શંકા કરે છે કે ‘આ અક્ષરા કાઢી નાખ્યા છે?' પરંતુ અમે જણાવ્યું એથી સમજી શકાશે કે એ લાલ રંગીન અક્ષરા કાઢી નાખેલા નથી હાતા પણ થાચકનું ધ્યાન ખેંચવા માટે એને લાલ રંગવામાં આવ્યા હોય છે.
દારા
તાડપત્રીય પુસ્તકાના જમાનામાં કોઇ યાદ રાખવા લાયક અથવા ઉપચેગી પંક્તિ, શ્ર્લાક કે પાઠ હોય અથવા કોઇ વિષય કે અધિકાર, અધ્યયન કે ઉદ્દેશ, લંભક કે ઉચ્છ્વાસ વગેરેની આદ કે સમાપ્તિ થતી હોય, ત્યાં તે તે પાનાના કાણામાં ઝીણા સૂતરના દોરા પરાવી તેના બે છેડાને વળ ચડાવી તે દારાની અણીને બહાર દેખાય તેમ રાખવામાં આવતી, જેથી પુસ્તકને હાથમાં લેતાંની સાથે તેમાંનાં ઉપયાગી સ્થળેા, પુષ્પિકા, પ્રકરણ, અધિકાર વગેરે તરત જ ખ્યાલમાં આવે,
પુસ્તકસંશાધનના સંકેતા અને ચિડ્ડો
જેમ વર્તમાન મુદ્રણુયુગમાં વિદ્વાન ગ્રંથસંપાદકા અને સંશાધકાએ પૂર્ણવિરામ, અર્ધવિરામ, અપાવેરામ, પ્રવિરામ, આશ્રર્યદર્શક ચિહ્ન, અર્થઘ્રોતક ચિહ્ન, બૅન્દ્રસમાસઘાતક ચિહ્ન, શંકિતપાઘાતક ચિહ્ન વગેરે અનેક પ્રકારનાં ચિહ્નો-સંકેતેા પસંદ કર્યાં છે તેમ પ્રાચીન લિખિત પુસ્તકોના યુગમાં પણ તેના સંશોધક વિદ્વાન જૈન શ્રમણેાએ પુસ્તકામાં નકામી ચેરભૂંસ, ડાહ્યાડૂથી કે છેકાણેક ન થાય, વસ્તુ સ્પષ્ટ થાય અને નકામાં ટિપ્પણા-પાઁયાર્થી લખવા ન પડે તેમજ એ માટે નિરર્થક સમયને ભેગ આપવા ન પડે એ માટે અનેક પ્રકારનાં ચિહ્નો—સંકેતા પસંદ કર્યાં છે. જે પાછળના પાને આપ્યા છે. એ જુદાજુદા સેાળ વિભાગમાં આપેલાં વિવિધ ચિહ્નાનાં પ્રાચીન નામેા અમે ખાસ કરીને ક્યાંય જોયાં—સાંભળ્યાં નથી; એટલે અમે પાતે, એ ચિહ્નોને તેના હેતુને લક્ષમાં રાખી અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org