________________
જૈન ચિત્રકલ્પદ્રુમ ઉપર અમે પ્રાચીન શિલાલેખ અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં ચિહ્નોને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો “ભારતીય પ્રાચીન લિપિમાલામાંથી લીધાં છે, જે ઈ.સ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખો, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગો પાડ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમાં અવાંતર ચાર વિભાગ પાડ્યા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખમાં મળે છે. આ વિભાગમાંના ચોથા અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખોમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકોને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાંતર ચાર વિભાગો શતાબ્દીનો ક્રમ બતાવે છે. ચોથા અવાંતર વિભાગમાની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલુ છે.
ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુપ્ત, કુટિલ, નાગરી, શારદા, બંગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખો, મૂર્તિલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાતી આકૃતિઓને સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને એકને મળતી આકૃતિઓ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથનો વળાટ આદિ કારણોને લઈ ઉપરોક્ત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતાં એ બધી યે આકૃતિઓ Fકારનાં જ વિવિધ રૂપ છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખોના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કાર તરીકે જ માને છે–વાંચે છે અને અમે પણ ઉપરોકત ભલે મીંડાની આકૃતિને કારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ.
કેટલાંક લિખિત પુસ્તકોના આરંભમાં લખાએલ . આ જાતની આકૃતિને જોઈ કોઈ કોઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સંવ ૯૮૦માં શાસ્ત્રલેખનની
ગઈ છે એ આ નીચે આપવામાં આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણા ખ્યાલમાં આવશે
सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादौ स्वराः । दश समानाः। तेषां द्वो द्वावन्योऽन्यस्य सवर्णों । पूर्वो ह्रस्वः। परो दीर्घः । स्वरोऽवर्णवजों नामी। एकारादीनि संध्यक्षराणि । कादीनि व्यञ्जनानि । ते वर्गाः पञ्च पञ्च पञ्च । वर्गाणां प्रथमद्वितीयाः शषसाश्चाघोषाः। घोषवन्तोऽन्ये । अनुनासिका अणनमा: । अन्तस्था ચરવા૩માણ: પસંદ
આ ચાર પાટીઓ પછી બાળકે પ્રાખ્યા વગર રેવં વરમાનં ૨ ના ઇત્યાદિ “ચાણકયનીતિના પચાસ પચાસ કેન પાટી ગેખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનઘડ વ્યાસલેકે કે કથાકારે જે રીતે
ચ્ચાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાંડી બાંડી થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org