________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
७७
અને કાલિકાચાર્યકથા એ એ પુસ્તકો જ લખવામાં આવ્યાં છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં કેટલાંક પુસ્તકો સામાન્ય સ્થૂલાક્ષરથી લખાતાં હતાં, તેમ છતાં એ સ્થૂલાક્ષરને પણ વાસ્તવિક વિકાસ તે કાગળના યુગમાં જ થયેા છે.
કાતરથી કાપીને લખેલાં પુસ્તકા
શાહીને ઉપયાગ કર્યો સિવાય ફક્ત કાગળને કાતરીને અથવા કારીને જેમ વૃક્ષ, વેલ, બુઢ્ઢા વગેરે આકૃતિએ બનાવવામાં આવે છે તેમ માત્ર કાગળને કાતરીને પુસ્તકો પણ લખવામાં આવતાં. આ પ્રમાણે કાતરીને લખેલું જયદેવ કવિકૃત ગીતગોવિ૯૬ કાવ્ય ‘ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ’માં નં. ૧૩૦૬માં છે. ખીજાં પણ એવાં છુટક કાતરીને લખેલાં પાનાં જોવામાં આવે છે. (૭) પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે
પ્રાચીન પુસ્તકાદર્શો ઉપરથી એક પછી એક થતા પુસ્તકાદર્શોમાં ઉત્તરાત્તર અદ્ધિઓના પુંજ વધતા જાય છે. પુસ્તકામાં એ અશુદ્ધિ વધવાનાં કારણેા શું હશે, એ અશુદ્ધ પુસ્તકને પ્રાચીન રોધકો કેમ સુધારતા હશે, એ પુસ્તકોને સુધારવા માટેનાં કયાં કયાં સાધના હશે, અને એને લગતા કઈ કઈ જાતના સંકેતા તેમજ ચિહ્નો હશે, એની અમે આ વિભાગમાં નોંધ કરીશું.
આજે આપણી સમક્ષ વિક્રમની અગિયારમી–બારમી સદીથી લઈ અત્યાર સુધીમાં લખાએલા તેમજ શેાધાએલા જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે તેનું બારીકાઇથી અવલોકન કરતાં, પાછલાં એક હજાર વર્ષના સંશાધનપ્રણાલીને લગતા પ્રામાણિક ઇતિહાસના,—અર્થાત્ પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણા, પુસ્તકસંશાધનની પ્રણાલી, એનાં સાધના અને પુસ્તકસંશાધનને લગતા પાંડિત્યપૂર્ણ અનેક પ્રકારના સંકેતાને, આપણને ખ્યાલ આવી શકે છે અને એ ઉપરથી આપણને જૈન શ્રમણાની પ્રાચીન ગ્રંથસંશાધનપ્રણાલીના અને તેમની સૂક્ષ્મદર્શીતાનેા પણ પરિચય મળી જાય છે.
પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણે
પ્રાચીન પુસ્તકાદર્શ ઉપરથી એક પછી એક ઉતારવામાં આવતાં હસ્તલિખિત પુસ્તકોમાં વધી પડતી અશુદ્ધિએનાં કારણે અને તેના ઇતિહાસ અમે એટલા કારગુસર આપીએ છીએ કે વિદ્વાન ગ્રંથશેાધકોને અશુદ્ધ પાઠોના સંશાધનકાર્યમાં એ મદદગાર થઇ શકે. અમે અમારા આજપર્યંતનાં અવલોકન અને અનુભવને આધારે ગ્રંથમાં અશુદ્ધિએ અને પાઠાંતરા-પાતભેદો વધી પડવાના કારણ તરીકે લેખકો અને વિદ્વાન વાયકે –સંશાધા અંતેને તારવ્યા છે; અર્થાત્ કેટલીકવાર લેખકાને કારણે પુસ્તકામાં અશુદ્ધિઓ અને પાભેદે દાખલ થાય છે જ્યારે કેટલીક વાર વિદ્વાન વાચક-સંશાધકાને કારણે પણ પુસ્તકામાં અશુદ્ધિએ અને પાભેદો વધી પડે છે, જેના સહજ ખ્યાલ આપણને નીચે આપવા
માં આવતી હકીકત ઉપરથી આવી શકશે.
૯૬ આ પુસ્તકની લંબાઈ પહેાળાઈ ૯૨ે ૪ને ની છે પ્રતિ નવી લખાએલી છે. એના અંતમાં લેખકે કાતરીને આ પ્રમાણે પુષ્ટિકા લખેલી છે.
'श्रीरस्तु || नटपद्रवास्तव्यवृद्वनागरज्ञातीय विष्णुपादाम्बुजसेवक देवऋष्णेन स्वयं त्यषितं || रामार्पणमस्तु ॥'
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org