________________
७४
જૈન ચિત્રકલ્પદ્રુમ સોનેરી શાહીથી લખવામાં આવ્યા છે.
સૂક્ષ્માક્ષરી પુસ્તકે જૈન સાધુ સદાને માટે પાદવિહારી હોવા ઉપરાંત તેઓ પોતાની સઘળી વસ્તુને જાતે જ ઉપાડતા હોઈ રસ્તામાં વધારે પડતો ભાર ન થાય એની જેમ દરેક રીતે કાળજી રાખતા, તેમ રસ્તામાં સાથે રાખવાના પુસ્તકને પણ વધારે પડતો ભાર ન થાય તેમજ પઠન-પાઠનમાં સુગમતા વધે એ માટે પણ તેઓ ધ્યાન રાખતા. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથેની પિાથીઓ નાની બનાવતા તેમજ ઝીણા અક્ષરોમાં લખતા-લખાવતા. તાડપત્રીય પુસ્તકના જમાના કરતાં કાગળના પુસ્તકના યુગમાં ઝીણા અક્ષર લખવાની કળાએ વધારેમાં વધારે વિકાસ સાધ્યો છે એટલું જ નહિ પણ તે પછી જ ત્રિપટ, પંચપાટ વગેરે સૂક્ષ્માક્ષરી પુસ્તક લખવાની પ્રથાએ જન્મ લીધો છે. તાડપત્રીય પુરતકના જમાનામાં જે જાતના ઝીણા અક્ષરો લખાતા હતા તે કરતાં કાગળના પુસ્તકના જમાનામાં અનેકગણે વિકાસ સધાયો છે. તાડપત્રીય પુસ્તકોમાં અમે એવાં પુસ્તક પણ જોયાં છે જેમાં સાધારણરીતે ચાર લીટીઓ સમાઈ શકે એવાં પાનાંઓમાં દસ દસ લીટીઓ લખવામાં આવી છે, તેમ છતાં અમે આ નિબંધ સાથે કુમારપારકરાતિત પુર્વ કચ્છોવાના ૧૧૬ વર્ષની પ્રતિમા પાનાનું ચિત્ર આપ્યું છે (જુઓ ચિત્ર નં. ૧૫) તેવા ઝીણા અક્ષરો તે તાડપત્રીય જમાનામાં નહોતા જ લખાતા. આ વાત અમે આખા પુસ્તકને ઝીણુ અક્ષરમાં લખવાને લક્ષીને કહીએ છીએ, નહિ કે એ પુસ્તકમાંનાં ટિપ્પણ આદિને લક્ષીને; કારણકે તાડપત્રીય પ્રતિમાંનાં ટિપ્પણો, પાઠભેદો અને તેમાં પડી ગએલા પાઠ ઘણોખરો વખત અત્યંત ઝીણામાં ઝીણા અક્ષરથી લખવામાં આવતા હતા.
Qલાક્ષરી પુસ્તક જેમ જૈન શ્રમણો રસ્તામાં પુસ્તક રાખવાની સગવડ ખાતર સુમાક્ષરી પુસ્તકે લખાવતા હતા તેમ વાંચવાની સુગમતા ખાતર પૂલાક્ષરી પુસ્તક પણ લખતા-લખાવતા હતા. સામાન્યરીતે તે દરેક પુસ્તક મધ્યમસરના અક્ષરમાં જ લખવા-લખાવવામાં આવે છે, પરંતુ વલ્પમૂત્ર અને ચાર્યવથા જેવાં પુસ્તકો કે જે પર્યુષણ પર્વમાં પારાયણ તરીકે એકીશ્વાસે અને વેગબહ વાંચવાનાં હેય છે તેને સ્કૂલ-મેટા અક્ષરમાં લખવામાં આવે છે, જેથી વાંચવામાં અટક ન થાય તેમજ અક્ષર ઉપર આંખ બરાબર ટકે. ખાસ અપવાદ બાદ કરી લઈએ તે લાક્ષરી પુસ્તક તરીકે કલ્પસૂત્ર
મુર્શિદાબાદનિવાસી પ્રસિદ્ધ જૈન ધનાઢય જગતશેઠે પિતાના નિત્યપાઠ માટે લખાવેલી છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં શ્રી. દેવચંદ્રજીકૃત “અધ્યાત્મગીતા અને શીતલજિનિસ્તવનની સુવર્ણાક્ષરી પ્રતિ છે, જે ઓગણીસમી સદીમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ડોસા વિરાએ લખાવેલી છે. (ડેસા વારાનો પરિચય મેળવવા ઇચ્છનારે લીંબડી જૈન જ્ઞાનભંડારના લિસ્ટમાંની પૂરવણી' જેવી) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના જ્ઞાનસંગ્રહમાં શાલિભદ્રરાસની પ્રતિ સુવર્ણાક્ષરે લખાએલી છે. આ સિવાય બીજા અનેક તે, રસ વગેરે સુવર્ણાક્ષરે લખાએલા જોવામાં આવે છે. સોનેરી ચિત્ર દોરેલી પ્રતિ તે લગભગ પ્રત્યેક પ્રત્યેક જૈન જ્ઞાનભંડારમાં ઢગલાબંધ વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org