________________
૭૪
જૈન ચિત્રકલ્પદ્રુમ
જેવાં પુસ્તકામાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યા, કલ્પસૂત્રને લગતાં સુંદર નાનાં ચિત્રે પણ દારવામાં આવતાં.૮૮
સુવર્ણાક્ષરી-રોપ્યાક્ષરી પુસ્તક
સાનેરી (સેાનાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્ત્વનું છે. આપણા ચાલુ ધાળા કાગળ ઉપર સોનેરી- પેરી શાહીનું લખાણ લેશ પણ દીપી ઊઠે તેમ નહિ હાવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળાને—પાનાંને ‘બેંક ગ્રાઉન્ડ’ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગોથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કોડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સેનેરી--પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પીંછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતા. આ અક્ષરે સુકાયા પછી તેને અકીક વગેરેના છૂટાથી ચૂંટતાં એ લખાણુ ખરાબર તૈયાર એપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગવિરંગી ચિત્રા, વેલા વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાતા અને ખૂખીએ દર્શાવવામાં આવતી.
સેાનેરી-રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાં યે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમાર્હુત ગૂર્જરેશ્વર મહારાજ શ્રીકુમારપાલદેવે જૈન આગમાની તેમજ આચાર્યે શ્રીહેમચંદ્રકૃત ગ્રંથેાની સુવર્ણાંક્ષરી પ્રતિએ પાતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી;૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવસ્તુપાલે જૈન આગમેની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું ॰ પણ કહેવામાં આવે છે. એ પ્રતિ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત રૂપે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જોવામાં જે અનેકાનેક સુવર્ણાક્ષરી સુંદર પુસ્તકા આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી—સેાળમી આદિ સદીમાં લખાએલાં છે. અમારી માન્યતા તે એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણીક્ષરી જૈન પુસ્તકા લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકા લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી. રૌષ્માક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાંક્ષરી પુસ્તકા કરતાં ચે
૮૮ શ્રીહંવિજયજી મહારાજના વડાદરાના જૈન પુરતકસંગ્રહમાં ‘કલ્પસૂત્ર’ની એક પ્રતિ છે જેના મધ્યમાં આ પ્રમાણેનાં ચિત્ર છે. ૮૯ (क) 'जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्ग-द्वादशाङ्गोपाङ्गादिसिद्धान्तप्र तिरेका सौवर्णाक्षरैर्लेखिता, योगशास्त्र- वीतरागस्तव द्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥
(ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखक पार्श्वात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतय: सौवर्णाक्षराः श्री हेमाचार्यप्रणीतव्याकरण- चरितादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ उपदेशतरङ्गिणी पत्र १४० ॥ ૯૦ જુઓ ટિપ્પણ ન, ૩૦ (g).
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org