________________
મારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૭૩
ટીકા કે ટમે લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે—વિભાગે અથવા ત્રણ પાડે તે લખાતું હાવાથી, ‘ત્રિપાટ’ અગર ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જીએ ચિત્ર નં. ૧૪).
પંચપાટ કે પંચપાટ
જે પુસ્તકની વચમાં મેટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા એ બાજુના હાંસિયામાં તેની ટીકા કે ટખાર્થે લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમાં, ઉપર, નીચે અને મે માજીના હાંસિયામાં એમ પાંચ પડે–વિભાગે અથવા પાંચ પાડે તે લખાતું હોવાથી, ‘પંચપાટ’ અથવા ‘પંચપાઠ’ કહેવામાં આવે છે. (જીએ ચિત્ર નં. ૧૫).
ગૂડ કે ગૂઢ
જે પુસ્તકો હાથીની શુણ્ડની
સૂંઢની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિના કોઇ પણ જાતના વિભાગ પાડડ્યા સિવાય સળંગ લખવામાં આવે તેને ‘શૂ’ અથવા ‘' પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથા લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપ્પણી હાય. જે ગ્રંથા ઉપર ટીકા ટિપ્પણી નથી હાતી તે ‘ફૂડ’ રૂપે જ લખાય છે, પણ તેને માટે ‘શૂડ’ શબ્દના પ્રયોગ થતા નથી. ‘શૂડ' શબ્દના પ્રયાગ સળંગ લખાએલા ટીકાત્મક ગ્રંથા માટે જ થાય છે. મૂળ રૂપ ગ્રંથા સદા ચે સળંગ એકાકારે લખાતા હાઈ એને માટે ત્રિપાટ, પંચપાટ આદિ પૈકીના કેાઇ સંકેતને અવકાશ જ નથી. ત્રિપાર્ટ-પંચપાટરૂપે પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારભથી ચાલુ થઈ છે. તે પહેલા સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેનાં પુસ્તક! જુદાં જુદાં જ લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદીજુદી પ્રતામાં નજર નાખવી પડતી હતી.
ચિત્રપુસ્તક
‘ચિત્રપુસ્તક’ એ નામ સાંભળી, પુરતકામાં ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રાની કલ્પના કાઇ ન કરી લે, ‘ચિત્રપુસ્તક’ એ નામથી અમારે આશય મુખ્યત્વે કરી લખાણની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રાથી છે. કેટલાક લેખકો પુસ્તક લખતાં અક્ષરાની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છેાડે છે કે જેથી અનેક જાતની ચિત્રચાકડીએ, વજ્ર, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિએ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, શ્લોક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. (જીએ ચિત્ર નં. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂકતાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અમુક અક્ષરેસને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિ તેમજ નામ, ક્ષેાક વગેરે જોઇ શકે. આ ઉપરાંત કેટલાક લેખકો પુસ્તકની વચમાં જ્યાં કાણું પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યાં અને બે બાજુના હાંસિયાના મધ્ય ભાગમાં, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાના ન હોય ત્યારે ત્યાં હિંગળાક, હરતાલ, વાદળી આદિ રંગથી મિશ્રિત ફૂલ, ચોકડી, કમળ, બદામ આદિની વિધવિધ આકૃતિ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org