________________
૭૨
જૈન ચિત્રકલ્પદ્રુમ થતો ત્યાં આવા બે ઊભા દંડ કરવામાં આવતા અને જ્યાં ખાસ અવાંતર વિષય, પ્રકરણ કે ગાથાની ટીકા આદિની સમાપ્તિ થતી હોય ત્યા ! આ પ્રમાણે લખતા જ્યાં લોકની શરૂઆત કે સમાપિત થતી ત્યાં બંને બાજુએ બે ઊભા દંડ કરતા અને તે પછી ૩ કે લોકાંક લખત. કેટલીક પ્રતમાં, અત્યારના મુદ્રણમાં જેમ પરસવર્ણ કરવામાં આવે છે તેમ પરસવર્ણ પણ કરવામાં આવતા અને જ્યાં મૂલસૂત્રગાથા ઉપર ભાષ્ય વગેરે સમાપ્ત થતું ત્યાં તે તે સૂત્રગાથાના ભાષ્યની સમાપ્તિ અક્ષરાંક દ્વારા સૂચવવામાં આવતી.૮૭ આમ છતાં પાછળના અવિવેકી લેખકે, લખાણમાં વધારે થાય અને એ લખાણ મહેનતાણાની ગણતરીમાં ન આવે એ ઇરાદાથી ઉપરોક્ત વિશિષ્ટ ચિહ્નો અને સંકેતોને ન લખતાં માત્ર ચાલુ ગ્રંથના અક્ષરો જ લખવા લાગ્યા; જેને પરિણામે લિખિત ગ્રંથોના ગૌરવમાં ઘટાડો થવા ઉપરાંત ઉત્તરોત્તર દુર્ગમતા અને ગટાળે વધતાં ગયાં છે. આ અવિવેકી લેખકેએ કેટલીયે વાર ગ્રંથના સંદર્ભોના સંદર્ભો ઉપરાંત મૂળ ગ્રંથના વિષયને લગતી સ્થાપનાઓ, હિં, ગ્રંથકારે કરેલાં ચિહો, શ્લોકસંખ્યા, ગાથાસંખ્યા, ગ્રંથાશ્રમ, ગ્રંથની પ્રશસ્તિ સુદ્ધાં ઉડાડી દીધાં છે. લેખકોની આ અવિવેકી વર્તણૂક આજની નથી પણ સૈકાઓ જૂની છે.
તાડપત્રીય પુસ્તકોમાં ચિત્રો અને અંક આદિને ઠેકાણે કરાતા લાલ ચાંલ્લાને બાદ કરી લઈએ તે લેખન માટે અને લીટીઓ દોરવા માટે માત્ર કાળી શાહી જ વપરાઈ છે, જ્યારે કાગળનાં પુસ્તકે લખવા માટે કાળી શાહી ઉપરાંત સોનેરી, રૂપેરી અને લાલ રંગની શાહીઓ પણ વપરાઈ છે. આમ છતાં એટલું તો ખરું જ છે કે કાળી શાહી અને સેનેરી-રૂપેરી શાહી ઉપગ જેમ આખાં પુસ્તકનાં પુસ્તક લખવા માટે થયો છે તેમ આખું પુસ્તક લખવા માટે લાલ શાહીને ઉપયોગ ખાસ કરીને કયારે ય થયો નથી. આ શાહીને ઉપયોગ મુખ્યપણે પુષિકા, ગ્રંથાક, ૩ ૨, તથહિ, પૂર્ણવિરામ તરીકે લખાતાં દંડનાં ચિહ્નો, લીટીઓ કે ચિત્રો લખવા માટે જ થયો છે.
પુસ્તકલેખનના પ્રકારે અગાઉ અમે ગંડી, કચ્છપી, મુષ્ટિ આદિ પુસ્તકોના જે પ્રકાર નેંધી ગયા છીએ એ પ્રકારો પુસ્તકના બાહ્ય દેખાવને લક્ષીને પાડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગમાં દેખાડાતા પુસ્તકના પ્રકારે-ભેદ–નામે કાગળ ઉપર પુસ્તકલેખનની શરૂઆત થયા પછી લખાણની પદ્ધતિ ઉપરથી પાડવામાં આવ્યા છે, જે અહીં દેખાડવામાં આવે છે. કાગળ ઉપર પુસ્તક અનેક રૂપમાં લખાતાં હતાં જેમકે ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, શડ કે શઢ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રીયાક્ષરી, સુમાક્ષરી, સ્થૂલાક્ષરી ઈત્યાદિ.
ત્રિપાટ કે ત્રિપાઠ જે પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની
૮૭ તકલ્પષ્યમાં આદિથી અંત સુધી પરસવર્ણ લખેલા છે અને જ્યાં જ્યાં જે જે સૂત્રગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં ત્યાં તે તે સ્ત્રગાથાને અંક અક્ષરાંકથી લખેલો છે. પ્રાચીન મૂર્ણિમાં તેમજ બીજા ઘણા ઘણા ગ્રંથોમાં પરસવર્ણ લખાએલા જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org