________________
ભારતીય જૈન શ્રમણસરકૃતિ અને લેખનકળા
૭૯ એ પાઠભેદના છેડા પ્રકારે આ નીચે અમે આપીએ છીએ?
१ प्रभव-प्रसव, २ स्तवन-सूचन, ३ यच्चा-यथा, ४ प्रत्यक्षतोवगम्या-प्रत्यक्षबोधगम्या, ५ नवा-तथा, ६ नच-तव, ७ तद्वा-तथा, ८ पवत्तस्स-पवनस्स, ९ जीवसात्मीकृत-जीवमात्मीकृतं, १० परिवुद्धि-परितुष्ट्रि, ११ नचैवं-तदैवं, १२ अरिदारिणी-अरिवारिणी-अविदारिणी, १३ दोहलक्खेविया-दोहलक्खेदिया, १४ नंदीसरदीवगमणं संभर जिणमंडियं-नंदीसरदीवगमणसंभवजणमंडियं-नंदीसरदीवगमणं संभवजिणमंडियं, १५ घाणामयपसादजणण-घणोगयपसादजणण, १६ गयकुलासण्ण-रायकुलासण्ण, ૧૭ સદસવૅસત્ત, ૧૮ વિરૃહાનાવિવિ ાના–વસુંઢાળગઢવિતવા ઈત્યાદિ.
૨ લેખકને પડિમાત્રાવિષયક ભ્રમ કેટલાક લેખકે કાનાને અને પડિમાત્રાનો-પૃષ્ઠમાત્રાનો ભેદ સ્પષ્ટપણે નહિ સમજી શકવાને લીધે ઘણી વાર માત્રાને બદલે કાને અને કાનાને બદલે માત્ર લખી દે છે. આથી અશુદ્ધ પાઠ કે શુદ્ધ પાઠનો આભાસ આપતા ભળતા પાઠ બની જતાં ઘણી વાર પુસ્તકોમાં ભારે ગોટાળો ઉભું થઈ જાય છે, જેને કાળાંતરે શુદ્ધ કરવામાં કે એ પાઠના અર્થની સંગતિ કરવામાં વિદ્વાન શેધકને ઘણી જ મુશ્કેલી અનુભવવી પડે છે–સિચોમપીપળી- સીમસ્થિપાછળ, તાનિવાર-રોનિવર–તનિવાર, સમારેલી–મોરારી-ગરાસીમો ઇત્યાદિ.
૩ પતિત પાઠસ્થાન પરાવર્તન કેટલીકવાર પ્રતિઓમાં પડી ગએલા પાઠને શોધકે બહાર કાઢો હોય તેને લેખક, પતિસૂચક સંકેતને ન સમજી શકવાને લીધે અથવા પંક્તિની ગણતરીને ભૂલી જવાને કારણે એ બહાર કાઢેલ પાઠને એકને બદલે બીજી પંક્તિમાં દાખલ કરી દે, એથી ગ્રંથમાં ઘણી વાર ગોટાળો થયાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે.
૪ ટિપ્પન પ્રવેશ કેટલીક વાર પુસ્તકના સંશોધકે કોઈ પાઠભેદ કે કઠિન શબ્દનો પર્યાયાર્થ-ટિપ્પન લખ્યું હોય તેને લેખક મૂળ ગ્રંથમાં દાખલ કરી દે એથી પણ પુસ્તકોમાં ગરબડ મચી જાય છે.
૫ શબ્દપંડિત લેખકોને કારણે કેટલાક લેખકે રાતદિવસ ઘણાં પુસ્તક લખવા આદિને લીધે અમુક શબ્દોથી પરિચિત હોઈ પુસ્તકમાં ભળતે સ્થાને અણઘટતો ફેરફાર કરી લખે છે એથી પણ અશુદ્ધિઓ અને પાઠભેદે ઘણું વધી પડે છે અને તે, કોઈ ઈવાર તે શોધકોના સંશોધનકાર્યમાં ઘણી જ હરકત ઊભી કરે છે.
- ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા લેખકે લખતાં લખતાં ભૂલથી અક્ષરેને કે શબ્દોને ઉલટસુલટી લખી નાખે એ કારણથી પણ લિખિત ગ્રંથમાં અશુદ્ધિઓ અને પાઠાંતરો વધી પડે છે. રાહુડ્ડ-g.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org