________________
'૭૦
જેન ચિત્રકલ્પદ્રુમ અંકે પણ લખવામાં આવ્યા છે. કેટલીક વાર અંકે લખવાની જગ્યાએ તેમજ કાણું પાડવાની જગ્યાએ અંગુઠા વડે હિંગળોકના ટીકાઓ-ચાંલ્લાઓ કરવામાં આવતા. બે વિભાગ કે ત્રણ વિભાગમાં લખાએલા લખાણની આસપાસ, લખાણ બાંડું ન લાગે એ માટે, જોર્ડરની જેમ ઊભી બે કે ત્રણ લીટીઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨-૧૩). તાડપત્ર સ્વાભાવિક રીતે વાંકચૂકાં હોઈ જે બાજુને ભાગ સાંકડો હોય ત્યાં ઓછી લીટીઓ લખાતી અને જે બાજુને ભાગ પહોળો હોય ત્યાં વધારે લીટીઓ લખાતી; આથી ઘણી વાર એક જ પાનાના અમુક ભાગમાં વધારે લીટીઓ આવે અને અમુક ભાગમાં ઓછી લીટીઓ આવે એમ સમવિષમ પંક્તિઓ આવવાનો પ્રસંગ બની જતો (જુઓ ચિત્ર નં. ૧૧માં આ૦ ૩-૪). જે ઠેકાણે પાનાનો ભાગ સંકોચાઈ જાય ત્યાં, લીટી અટકાવવામાં આવી છે એમ જણાવવા માટે ઘણીવાર ૫, ૭, ૮ આ આકૃતિઓને મળતું ગમે તે એક ચિહ્ન કરવામાં આવતું. આ જ પ્રમાણે પાનાના વાંકને લઈ અધવચ્ચેથી શરૂ થતી પંકિતના સૂચન માટે પણ ઉપરોક્ત ચિહ્નો જ કરાતાં હતાં. પુસ્તકલેખનના પ્રારંભમાં બે લીટી, ભલે, મીંડું ઉપરાંત જિન, ગણધર, ગુરુ, ઇષ્ટદેવતા આદિને લગતાં નમસ્કાર લખવામાં આવતા એ અમે અગાઉ જણાવી ગયા છીએ. જ્યાં ચાલું ગ્રંથના કેઈ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની કે સર્ગ, ઉસ, લંભક વગેરેની પૂર્ણાહુતિ થતી હોય ત્યાં એની પુપિકાને છૂટી પાડી તે પછી a | લખવામાં આવતા અને એ પછી સમાપ્તિચિહને લગતી ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧રમાં ર૬૩ પાનાની આકૃતિમાં પાંચમી લીટી), અને તે પછી ચારપાંચ આંગળ જેટલી લીટી ખાલી મૂકી “ભલે, મીઠું, નમસ્કાર વગેરે લખી આગળનો ગ્રંથવિભાગ ચાલુ કરવામાં આવતું. કેટલીક પ્રતોમાં જ્યાં ગ્રંથના મુખ્ય વિભાગની સમાપ્તિ થતી ત્યાં ચક્ર, કમલ, કલશ આદિની સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩). કેટલીકવાર કઈ ગાથાની ટીકાભાષ્ય-ચૂણિ અગર ગ્રંથનો કઈ ખાસ વિષયવિભાગ પૂર્ણ થતા હોય ત્યાં તે દર્શાવવા માટે પણ મા કરાતો હતો, પણ ઉપર જણાવ્યું તેમ તે પછી ખાલી જગ્યા રાખવામાં આવતી નહોતી.
કાગળનાં પુસ્તકે તાડપત્ર ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિ જણાવ્યા પછી કાગળ ઉપર કેમ લખાતું એ હવે જણાવીએ.
કાગળનાં પુસ્તકો પ્રારંભમાં તાડપત્રીય પુસ્તકની જેમ લંબાઈપહોળાઈમાં ટૂંકાં, મુષ્ટિ પુસ્તકાકારે લખવામાં આવતાં હતાં, તેમ છતાં તે તાડપત્રીય પુસ્તકની જેમ બે કે ત્રણ વિભાગમાં ન લખાતાં સળંગ એક જ વિભાગમાં લખાતાં હતાં. કેટલાંક પુસ્તકો તાડપત્રીય પુસ્તકની જેમ લાંબાં લખવા છતાં પહોળાઈમાં તાડપત્ર કરતાં બમણાં પહેલાં એટલે કે કા ઈંચ જેટલા પહોળાં લખાતાં હતાં; પરંતુ આટલાં લાંબાં પુસ્તકે રાખવાં-વાંચવા-લખવા-ઉપાડવાં કષ્ટભય લાગવાથી તેરમી શતાબ્દી પછી તેના કદને ટૂંકાવીને ૧૨૫ ઈંચનું કે તે કરતાં કાંઈક નાનુંમોટું રાખવામાં આવ્યું છે. કાગળ ઉપર લખાતાં પુસ્તકમાં શરૂશરૂમાં લખાણની બે બાજુએ બોર્ડર તરીકે કાળી શાહીથી જ લીટીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org