________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા દોરવામાં આવતી હતી; પણ અનુમાને સોળમી શતાબ્દીથી લીટીઓ દેરવા માટે કાળાને બદલે લાલ શાહી પસંદ કરવામાં આવી છે. કાગળનાં પુસ્તકની વચમાં દોરો પરોવવા માટે કાણું પાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવતી, તે છતાં તાડપત્રીય પુસ્તકનાં પાનાંની જેમ આનાં પાનાંને એકાએક ખસી પડવાને કે અસ્તવ્યસ્ત થવાનો ભય કે સંભવ નહિ હોવાથી તેમાં કાણું પાડી દેરે. પરોવેલાં પુસ્તકે જવલ્લે જ મળે છે. મોટે ભાગે તો આ કાણું પાડવાની જગ્યા ખાલી જ રખાઈ છે, અથવા તે ઠેકાણે લાલ રંગના ચાંલ્લા કે લાલ, કાળી, આસમાની, પીળી શાહીથી મિશ્રિત ફૂલ, ચેકડી, બદામ વગેરેની આકૃતિઓ કરવામાં આવતી. કેટલાંક પુસ્તકોમાં, પાનાની બે બાજુના હાંસિયાની ૫ વચમાં હિંગળાકના ટીકા કરી તે ઉપર જમણી બાજુએ અક્ષરાત્મક પત્રકો અને ડાબી બાજુએ અંકાત્મક પત્ર લખવામાં આવતા હતા. કાગળનાં પુસ્તકમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં અને કેટલીકવાર બંને બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં હુંડી ભરવામાં આવતી અર્થાત ગ્રંથનું નામ અને પાનાને સંખ્યાંક લખવામાં આવતો હતો, અને ડાબી બાજુના હાંસિયામાં નીચેના ભાગમાં માત્ર પત્રાંક જ લખાતે હતે. એક જ વિષયના ગ્રંથને એકીસાથે રાખવા ખાતર જ્યારે સળંગ લખાવવામાં આવતા તે સમયે ઉપર જણાવ્યા મુજબ ચાલુ ગ્રંથની હુંડી અને પત્રાંક આદિ ભરવા-લખવા ઉપરાંત બંને બાજુના હાંસિયાના વચલા ભાગમાં લાલ ચાંલ્લા કરી પત્રક તરીકે એક બાજુ સળંગ અક્ષરાક અને બીજી બાજુ સળંગ ચાલુ અંકે લખાતા હતા. કેટલીકવાર બે પાંચ ગ્રંથે એકીસાથે લખેલા હોય તેમાં પાનાના અંકે સળગ કરવા છતાં ગ્રંથને જુદા પાડવા માટે ડાબી બાજુના હાંસિયાના તદ્દન ખૂણામાં ઝીણું અંકે કરવામાં આવતા. આ એકેને “રઅંક તરીકે ઓળખવામાં આવે છે. કાગળનાં પુસ્તકનાં પાનાં એકસરખા માપનાં હેઈ તેમાં દરેક પાનામાં લીટીઓ એકસરખી જ આવતી. જ્યાં ખાસ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની સમાપ્તિ થતી હોય ત્યાં પુષ્યિકા
કાંક વગેરેને લાલ શાહીથી લખતા અથવા તેની આસપાસ લાલ શાહીથી આવી ઊભી પૂર્ણ વિરામસૂચક બે લીટીઓ કરવામાં આવતી, જેથી તે તરફ એકદમ વાચકનું લક્ષ ખેંચાય. કાગળનાં પુસ્તકના પ્રારંભમાં “ભલે મડાનું ચિહ્ન અને સમાપ્તિમાં વગેરે તાડપત્રીય પુસ્તકની જેમ જ લખાએલાં મળે છે. માત્ર તાડપત્રીય પુસ્તકમાં સમાપ્તિમાં જે અનેક જાતની ચિત્રાકૃતિઓ કરાતી તે જવલ્લે જ આલેખાએલી મળે છે.
પુસ્તકલેખનની પ્રાચીન વિશેષતાઓ તાડપત્ર અને કાગળ ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિને અંગે આટલું જણાવ્યા પછી હવે એને અંગે ખાસ વિશેષ હકીકત જણાવીએ.
પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાતાં હતાં તેમાં જ્યાં ખાસ વાક્યાથેનો સંબંધ પૂર્ણ થતો ત્યાં પૂર્ણવિરામ સૂચક ! આવું દંડાકાર ચિહ્ન કરવામાં આવતું, જ્યાં ખાસ વધારાનો અર્થ સમાપ્ત
૮૫ પાનાની ડાબી અને જમણી બાજુના માર્જિનને હાંસિયા' તરીકે ઓળખવામાં આવે છે. ૮૬ જેને અત્યારે હેડિંગ તરીકે ઓળખવામાં આવે છે તેને આપણી ભાષામાં હુંડી એ નામથી ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org