Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૬૭
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગ્રંથોની પ્રશસ્તિઓમાં સંખ્યા અને સંવતનો નિર્દેશ શબ્દો દ્વારા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ અંકની કલ્પના તે તે સંપ્રદાયમાં પ્રચલિત ધાર્મિક તેમજ વ્યાવહારિક વસ્તુઓની ગણતરીને આધારે કરવામાં આવી છે. આ શબ્દાંકોને ઉપયોગ કરવામાં વૈદિક અને જૈન પ્રજાએ એકબીજા સંપ્રદાયને માન્ય સંકેતોનો પ્રયોગ કરવામાં સાંપ્રદાયિકતાને દૂર મૂકવાની ઉદારતા દર્શાવી છે. હવે આ નીચે અનુક્રમે જે જે શબ્દાંકન જે જે અંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે દેખાડવામાં આવે છે?
૦= શૂન્ય, બિન્દુ, રદ્ધ, ખ, છિદ્ર, પૂર્ણ, ગગન, આકાશ, વિયત્, વ્યોમ, નભ, અભ્ર, અંતરિક્ષ. અંબર (‘આકાશવાચક શબ્દો) ઇત્યાદિ.
૧=કલિ, રૂપ, આદિ, પિતામહ, નાયક, તન, શશિ, વિધુ, ઈન્દુ, ચંદ્ર, શીતાંશુ, શતરશ્મિ, સિતશ્ય, હિમકર, સોમ, શશાંક, સુધાંશુ, નિરોશ, નિશાકર, ક્ષપાકર, ઔષધીશ, દાક્ષાયણીપ્રાણેશ, અન્જ (‘ચંદ્રવાચક શબ્દો), ભૂ, ભૂમિ, ક્ષિતિ, સ્મા, ધરા, વસુધા, વસુંધરા, ઉરા, ગો, પૃથ્વી, ધરણી, ઇલા, કુ, મહી (‘પૃથ્વી’વાચક શબ્દો), જૈવાતૃક ઇત્યાદિ.
=યમ, યમલ, યુગલ, કંઠ, યુગ્મ, દ્રય, પક્ષ, અશ્વિન, નાસત્ય, દસ, લોચન, નેત્ર, નયન, ઈક્ષણ, અક્ષિ, દષ્ટિ, ચક્ષુ (“નેત્રીવાચક શબ્દો), કર્ણ, શ્રુતિ, શ્રોત્ર (‘કાનવાચક શબ્દ), બાહુ, કર, હસ્ત, પાણિ, દોષ, ભુજ (હાથ'વાચક શબ્દો), કર્ણ, કુચ, ઓષ્ઠ, ગુલ્ફ, જાનુ, જંઘા (“શરીરના બળે અવયવ’ વાચક શબ્દો), અયન, કુટુંબ, રવિચંકી ઇત્યાદિ.
૩ઃરામ, ત્રિપદી, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, લોક, જગત, ભુવન (વિશ્વવાચક શબ્દો), ગુણ, કાલ, સહદર, અનલ, અગ્નિ, વહિં, જવલન, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાશન, શિખિન, કૃશાનુ (‘અગ્નિવાચક શબ્દો), તત્ત્વ, વ્રત, હોત, શક્તિ, પુષ્કર, સંધ્યા, બ્રહ્મ, વર્ણ, સ્વર, પુરુષ, વચન, અર્થ, ગુપ્તિ ઇત્યાદિ.
=વેદ, શ્રુતિ, સમુદ્ર, સાગર. અધિ. જલધિ, જલનિધિ, વાર્દિ, નરધિ, નીરનિધિ,
સંખ્યાબંધ ગ્રંથોમાં શબ્દકોને પ્રવેગ ઠેકાણે ઠેકાણે કરવામાં આવે છે. બીજા બીજા ગ્રંથોમાં પણ પ્રસંગવશાત તેતે વરd, વય, વર્ષ વગેરેની ગણતરી શબ્દ દ્વારા અપાયેલી જોવામાં આવે છે. જેમકે–
'वसुविह ८ पाडिहेरविलसंतउ, भवियणपुंडरीय बोहंतउ, वसु-दहदोस १८ असेसहं चत्तउ, सिवउरिसिरिमाणिणिरइरत्तउ.'
ત્રિભુવનસ્વયંમૂ-વષ્ણુ પં િ૨૧૦-૧૧ (દશમા સૈકાની કૃતિ)
મધુસૂદન ચિ૦ મોદી સંપાદિત કgઐરાપાઠવી પૃ. ૭૮. (ख) 'सोऽस्थाद् गेहे प्रिय ! जिनमितान् २४ वत्सरान् स्नेहतो वा'-शीलदूतम श्लोक ४५. ૮૨ જિજ્ઞા વિના વિવાસ્ત્રિાવ્ય ગુર: રાઃ –-ઘાઘવ ર૦ ૧ ૦ ૧૬. ૮૩ અહીં આપવામાં આવેલા શબ્દો પૈકીના ઘણાખરા શબ્દાંકે પ્રત્યક્ષ ગ્રંથમાં તપાસીને જ લખવામાં આવ્યા છે અને કેટલાક ભાવ પ્રા. લિવ માત્ર માંથી લીધા છે. આ બધાયનાં ઉદાહરણો આપી નિરર્થક લેખનું કલેવર મોટું કરવું ઉચિત ન ધારી અમે ઉદાહરણો આપ્યાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158