________________
४४
જૈન ચિત્રકલ્પમ એમ એક જ પાનામાં બે ભાત પડી જાય છે. ૫ કેટલાક લહિયાઓ શાહી ફિક્કી પડી ન જાય એ માટે શાહીના ખડિયામાં લોઢાના કટાએલા ખીલા નાખી રાખે છે. શાહી ફિકકી પડતાં તેને ખૂબ હલાવે છે એટલે લોઢાને રગડ-કાટ ઉપર આવે છે. એ પછી જે પાનાં કે પંક્તિઓ લખાય તે કાળાંતરે કાળાશ અને છતા પકડે છે અને એ રગડ–કાટ ભારે હૈઈ નીચે બેસી જતાં તેની અસર ચાલી જાય છે–મંદ પડી જાય છે. આવાં જ કારણોને લીધે એક જ પુસ્તકમાં અમુક પાનાં, પાનાની અમુક બાજુ કે અમુક પક્તિઓ સારી સ્થિતિમાં હોય છે અને અમુક જીર્ણ દશાએ પહોંચ્યાં હોય છે. કેટલીકવાર સારામાં સારી સ્થિતિનાં પુસ્તકોનાં આદિઅંતનાં પાનાં લાખ, કાથ, હીરાસી, લોઢાને કાટ વગેરે પડેલ શાહીથી લખાએલા પુસ્તક સાથે રહેવાને લીધે પણ કાળાશપડતાં અને જીર્ણ થઈ જાય છે. ૭ કેટલાક લહિયાઓ શાહી આછી–પાતળી ન પડી જાય એ માટે શાહીમાં બીઆરસ નાખે છે. આ રસનો સ્વભાવ શુષ્ક હોઈ તેમાંનું પાણી શોષાઈને શાહી જાડી પડી જાય છે. આ શાહીથી લખેલા અક્ષરો કાળા તેમજ જાડા આવે છે; પરંતુ સામાન્યરીતે તેમજ ખાસ કરીને ચોમાસાની શરદીમાં પાનાંને આપસમાં ઘસારો લાગતાં તેના અક્ષરો અને પાનાં કાળાં થવા સાથે ચેટી પણ જાય છે. આ પ્રમાણે કાગળની બનાવટ, શાહીની બનાવટ, બહારનું વાતાવરણ આદિ અનેક કારણોને લઈ લિખિત પુસ્તકોને જુદા જુદા પ્રકારની અસર પહોંચે છે.
સેનેરી અને રૂપેરી શાહી સોનાની કે ચાંદીની શાહી બનાવવા માટે સેનેરી કે પેરી વરકને લઈ એકેએકે ખરલમાં૫૮ નાખતા જવું અને તેમાં તદ્દન સ્વચ્છ, ધૂળ-કચરા વિનાના ધવના ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા, જેથી વરક વટાઈને ચૂર્ણ જેવા થઈ જશે. આ પ્રમાણે તૈયાર થએલા ભૂકામાં સાકરનું પાણી૫૯ નાખી તેને ખૂબ હલાવો. જ્યારે ભૂકો બરાબર ઠરીને નીચે બેસી જાય ત્યારે ઉપરનું પાણી ધીરેધીરે બહાર કાઢી નાખવું. પાણી કાઢતી વખતે એટલું ધ્યાન રાખવું કે પાણી સાથે સોના-ચાંદીનો ભૂકે નીકળી ન જાય. આ રીતે ત્રણ ચાર અગર તેથી વધારે વાર કરવાથી તેમાંને ગુંદર જોવાઈને સાફ થયા પછી જે સોના ચાંદીને ભૂકે રહે એ આપણી સોનેરી રૂપેરી શાહી સમજવી.
કેઈને અનુભવ ખાતર છેડી સેનેરી કે પેરી શાહી બનાવવી હોય તે કાચની રકાબીમાં ધવના ગુંદરનું પાણું ચાપડી, તેના ઉપર વરકને છૂટ નાખી, આંગળી વડે ઘૂંટી, ઉપર પ્રમાણે દેવાથી સેનેરી રૂપેરી શાહી થઈ શકશે.
લાલ શાહી સારામાં સારે કાચે હિંગળક, જે ગાંગડા જેવો હોય છે અને જેમાં પારો રહે છે, તેને
૫૮ ખલે સારામાં સારે લે કે જે ઘસાય તેવા કે ઊતરે તે ન હોય. જો એ ખરલ ઘસાય તેને ઊતરે તે હેય તે તેની કાંકરી સોનાચાંદીની શાહી સાથે ભળતાં તે શાહી ખરાબ અને ઝાંખી થઈ જાય છે. ૫૯ સાકરનું પાણી નાખવાથી શાહીમાંની ગુંદરની ચિકાશ છેવાય છે અને સાચાંદીની શાહીના તેજને હાસ થતો નથી. સાકરના પાણીમાં સાકરનું પ્રમાણ મધ્યમસર લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org